CBSEએ બોર્ડની પરીક્ષાની જાહેરાત કરી, આ તારીખથી શરૂ થશે એક્ઝામ

CBSEએ બોર્ડની પરીક્ષાની જાહેરાત કરી, આ તારીખથી શરૂ થશે એક્ઝામ
કેન્દ્રીય શિક્ષમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે બોર્ડ પરીક્ષાની ડેટશીટ જાહેર કરી

કેન્દ્રીય શિક્ષમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે બોર્ડ પરીક્ષાની ડેટશીટ જાહેર કરી

  • Share this:
    નવી દિલ્હી : સીબીએસઈ બોર્ડની (CBSE Exam Date Announcement) 10 અને 12માં ધોરણની પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. સીબીએસઈ (CBSE)બોર્ડની પરીક્ષા 4 મે 2021થી શરૂ થશે, જે 10 જૂન 2021 સુધી ચાલશે. પરિણામોની જાહેરાત 15 જુલાઈ 2021 સુધી થઇ જશે. ધોરણ-10 અને ધોરણ-12ની પ્રેક્ટિકલ પરીક્ષા માર્ચ 2021 શરૂ થશે.

    કેન્દ્રીય શિક્ષમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે બોર્ડ પરીક્ષાની ડેટશીટ જાહેર કરી છે. તેમણે કહ્યું કે પરીક્ષા લેખિત જ હશે. આ સિવાય આ વખતે સીબીએસઈના સિલેબસમાં કાપ કર્યો છે જેનાથી વિદ્યાર્થીઓને ફાયદો થશે. પોતાના સંબોધનમાં શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલે સરકાર દ્વારા કરેલા તમામ પ્રયત્નો વિશે જણાવ્યું કે કેવી રીતે ટીચર્સ અને સ્ટૂડન્ટ્સના સહયોગના કારણે અભ્યાસને ચાલું રાખી શકાયો. તેમણે જેઈઈ અને નીટની પરીક્ષાના સફળતાપૂર્વક આયોજન માટે ધન્યવાદ પણ પાઠવ્યા હતા.



    કેન્દ્રીય શિક્ષામંત્રીએ રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે 10માં અને 12માં ધોરણની પૂરી ડેટશીટ જલ્દી જાહેર કરવામાં આવશે. શિક્ષા મંત્રીએ બધા સ્ટૂડન્ટ્સને શુભકામના પાઠવી અને કહ્યું કે પૂરી તાકાત અને આત્મબળ સાથે પરીક્ષાઓની તૈયારીઓ કરે. તેમની પાસે પરીક્ષાની તૈયારીઓ માટે ઘણો સમય છે.

    આ પણ વાંચો - દેશભરમાં કોરોના વેક્સીનનો ડ્રાઇ રન 2 જાન્યુઆરીથી, DCGIએ કહ્યું- નવા વર્ષમાં આપણે ખાલી હાથે નહીં હોઈએ



    શિક્ષા મંત્રીએ સીબીએસઈ બોર્ડના પરીક્ષાઓના સંબંધમાં સ્ટૂડન્ટ્સ અને તેમના માતા-પિતા સાથે વાતચીત કરી હતી. જે પછી નક્કી કરવામાં આવ્યું હતું કે 31 ડિસેમ્બરે બોર્ડની પરીક્ષાની જાહેરાત કરવામાં આવશે.
    Published by:Ashish Goyal
    First published:December 31, 2020, 18:40 pm

    ટૉપ ન્યૂઝ