CBSE Exam 2020: પેપર લીક થવાથી બચાવવા માટે આ છે બોર્ડનો પ્લાન

News18 Gujarati
Updated: October 14, 2019, 8:02 AM IST
CBSE Exam 2020: પેપર લીક થવાથી બચાવવા માટે આ છે બોર્ડનો પ્લાન
પ્રતીકાત્મક તસવીર

CBSE પરીક્ષામાં પારદર્શિતા લાવવા માટે encrypted પ્રશ્નપત્ર તૈયાર કરી રહ્યું છે

  • Share this:
CBSE EXAM 2020: કેન્દ્રીય માધ્યમિક બોર્ડ (Central Board of Secondary Education- CBSE)ની વર્ષ 2020ની પરીક્ષ ફેબ્રુઆરી-માર્ચમાં આયોજિત થવાની છે. બોર્ડે બંને ધોરણ-10 અને ધોરણ-12ના તમામ વિષયના સેમ્પલ પ્રશ્નપત્ર જાહેર કરી દીધા છે. જે વિષયની પરીક્ષા પેટર્નમાં ફેરફાર થવાનો તે તે પણ સેમ્પલ પ્રશ્નપત્રથી સ્પષ્ટ થઈ ગયું છે. હવે બોર્ડ પ્રશ્નપત્રોને લીક થવાથી બચાવવા માટે સુરક્ષાની વ્યવસ્થા પર ધ્યાન આપી રહ્યું છે.

બોર્ડ સીબીએસઈ 2020ની ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષામાં પારદર્શિતા લાવવા માટે એનક્રિપ્ટેડ પ્રશ્નપત્ર તૈયાર કરી રહ્યું છે. આ પ્રશ્નપત્ર કોડ ભાષા (Code Language)મો રહેશે. આ પ્રશ્નપત્ર બોર્ડ તરફથી ઑનલાઇન પરીક્ષા કેન્દ્ર પર મોકલવામાં આવશે. બોર્ડ ધોરણ-10, ધોરણ-12ના 25 વિષય માટે એનક્રિપ્ટેડ પ્રશ્નપત્ર તૈયાર કરશે. આ પ્રશ્નપત્રોને જે કેન્દ્રોને મોકલવામાં આવશે, ત્યાંના Central inspectorsને કોડ ભાષા ઓળખવા માટેની જાણકાીર બોર્ડ આપશે.

આ પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થવાથી ત્રણ કલાક પહેલા કેન્દ્રોને મોકલવામાં આવશે. સેન્ટ્રલ ઇન્સ્પેક્ટર કોડ દ્વારા પેપર ખોલીને પ્રિન્ટ કરાવશે. ત્યારબાદ પરીક્ષાર્થીઓને આપવામાં આવશે. 2018માં બોર્ડ પરીક્ષામાં અનેક વિષયોના પેપર લીક થવાના કારણે બોર્ડને અનેક પેપરની પરીક્ષા રદ કરવી પડી હતી.

પરીક્ષામાં પારદર્શિતા લાવવા માટે બોર્ડ એનક્રિપ્ટેડ પ્રશ્નપત્રો (encrypted question papers)ની સંખ્યા વધારશે. પરંતુ આ પ્રશ્નપત્ર વધુ સંખ્યામાં તે જ વિષયો માટે જાહેર કરવામાં આવશે, જેમાં સ્ટુડન્ટ્સની સંખ્યા વધુ નહીં હોય.

એનક્રિપ્ટેડ એવી પદ્ધતિ છે જેની મદદથી કોઈ પણ પ્રકારના ડેટાની ઓળખને કોડમાં બદલી દેવામાં આવે છે. પછી વાસ્તવિક ભાષામાં લાવવા માટે કોડનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચો,
Loading...


આ છે CBSE ધોરણ-10 સાયન્સ પેપરનું પેટર્ન, અહીંથી કરો ડાઉનલોડ

ગુજરાત IOCLમાં જૂનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ તરીકે નોકરી કરવા માંગો છો? પગાર 32 હજારથી વધુ
First published: October 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...