નવી દિલ્હી. દેશમાં કોરોના વાયરસે (Covid-19) ફેલાયેલા હાહાકારને કારણે CBSE ધોરણ-10 બોર્ડની પરીક્ષાઓ (CBSE Class-10 Exams) રદ કરવામાં આવી છે. બીજી તરફ CBSE ધોરણ-12ની પરીક્ષાઓ (CBSE Class-10 Exams) સ્થગિત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ની સાથે શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક (Ramesh Pokhriyal Nishank)ની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમે પણ જાણી લો CBSE બોર્ડ પરીક્ષાઓ સાથે જોડાયેલા આ 10 મહત્ત્વના અપડેટ્સ...
1. સીબીએસઇ બોર્ડની ધોરણ-12ની પરીક્ષાઓ ટાળવામાં આવી છે. 2. સીબીએસઇ બોર્ડની ધોરણ-10ની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે.
3. ધોરણ-12ની પરીક્ષાઓ યોજવા સંબંધમાં નિર્ણય પહેલી જૂન બાદ લેવાશે. 4. 15 દિવસ પહેલા આપવામાં આવશે ધોરણ-12ની પરીક્ષાની જાણકારી. 5. ધોરણ-10ની પરીક્ષામાં 18 લાખ સ્ટુડન્ટ્સ બેસવાના હતા. 6. ધોરણ-12ની પરીક્ષામાં 12 લાખ સ્ટુડન્ટ્સ સામેલ થશે. 7. ધોરણ-10માં ઇન્ટરનલ અસેસમેન્ટ થશે.તેના આધાર પર પરિણામ જાહેર કરવામાં આવશે. 8. 4 મેથી શરૂ થવાની હતી CBSE બોર્ડની પરીક્ષા. 9. કોરોના સંક્રમણના વધતા કેસોને ધ્યાને લઈ ધોરણ-10ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. 10. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, આ નિર્ણય વધાવવા લાયક છે.
અગત્યનું છે કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોરખિયાલ નિશંકે માહિતી આપતા જણાવ્યું કે, CBSE ધોરણ-10ના સ્ટુડન્ટ્સને ઇન્ટરનલ અસેસમેન્ટના આધારે પ્રમોટ કરવામાં આવશે. જો સ્ટુડન્ટ્સ તેમના અસેસમેન્ટ સાથે સહમત ન હોય તો તેઓ જ્યારે કોવિડ-19ની સ્થિતિ સામાન્ય થાય ત્યારે પરીક્ષા આપી શકે છે.
નોંધનીય છે કે, CBSE બોર્ડની પરીક્ષાઓમાં આ વખતે 30 લાખથી વધુ સ્ટુડન્ટ્સ સામેલ થવાના હતા. કોરોના મહામારીની વચ્ચે પરીક્ષાઓ કેન્સલ કરવાને લઈ સોશિયલ મીડિયા પર #CancelBoardExam2021 કેમ્પેન પણ ચાલી રહ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર