CBSE ધોરણ-10 અને ધોરણ-12ની જુલાઈમાં યોજાનારી પરીક્ષા રદ થશે, કેન્દ્રએ સુપ્રિમને આપી જાણકારી

News18 Gujarati
Updated: June 25, 2020, 3:43 PM IST
CBSE ધોરણ-10 અને ધોરણ-12ની જુલાઈમાં યોજાનારી પરીક્ષા રદ થશે, કેન્દ્રએ સુપ્રિમને આપી જાણકારી
1 જુલાઈથી 15 જુલાઈ દરમિયાન લેવાનારી પરીક્ષાઓને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

1 જુલાઈથી 15 જુલાઈ દરમિયાન લેવાનારી પરીક્ષાઓને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

  • Share this:
નવી દિલ્હીઃ CBSE બોર્ડ પરીક્ષા ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દેશભરમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસોને ધ્યાને લેતાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે CBSEએ ધોરણ-10 અને ધોરણ-12ની જુલાઈમાં લેવાનારી પરીક્ષા રદ કરી દીધી છે. 1 જુલાઈથી 15 જુલાઈ દરમિયાન લેવાનારી પરીક્ષાઓને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

CBSEની બાકી પરીક્ષાઓ 1થી 15 જુલાઈ દરમિયાન યોજાવાની હતી. પરંતુ પરીક્ષા રદ કરવાને લઈ કેટલાક પેરેન્ટ્સે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારબાદ કોર્ટે CBSEને પૂછ્યું હતું કે શું પરીક્ષાઓ રદ કરી શકાય છે. ત્યારબાદ હવે CBSEએ પોતાનો જવાબ દાખલ કરીને ધોરણ-10 અને ધોરણ-12ની બાકી પરીક્ષાઓ રદ કરવાના નિર્ણયની જાણકારી આપી. સ્થિતિ સામાન્ય થતાં ધોરણ-12ની પરીક્ષાઓ યોજવામાં આવશે.

મુખ્ય વાતો

- દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુએ પરીક્ષા આયોજિત કરવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી.
- ધોરણ-12ના સ્ટુડન્ટ્સ માટે છેલ્લી ત્રણ પરીક્ષાઓનો આધારે આકલન કરવામાં આવશે.
- બાદમાં સ્થિતિ સામાન્ય થતાં પરીક્ષા આયોજિત કરવાનો વિકલ્પ રહેશે.
- ધોરણ-10ના સ્ટુડન્ટ્સને કોઈ પરીક્ષા નહીં આપવી પડે.

આ પણ વાંચો, બદલાઈ ગયું ઇન્કમ ટેક્સ સાથે જોડાયેલું જરૂરી ફોર્મ, તેમાં હોય છે આપના દરેક લેવડ-દેવડની જાણકારી

આવતીકાલે CBSE નોટિફિકેશન જાહેર કરશે

પરીક્ષા સંબંધિત તમામ જાણકારી આપવા માટે CBSE કાલે એટલે કે શુક્રવારે નોટિફિકેશન જાહેર કરશે. તેમાં પરીક્ષા રદ થવાની સ્થિતિમાં માર્ક આપવા અને પરિણામ જાહેર કરવા સંબંધિભ તમામ જાણકારી પણ આપવામાં આવશે.

હવે આ વિકલ્પ 

1. જે વિષયોની પરીક્ષા બાકી હતી, તેમાં સ્ટુડન્ટ્સને આંતરિક મૂલ્યાંકનના આધારે સરેરાશ માર્કે આપીને પ્રમોટ કરવામાં આવી શકે છે.
2. આ ઉપરાંત સંબંધિત વિષયોમાં માર્ક સુધાર માટે બાદમાં પરીક્ષા આપવાનો વિકલ્પ પણ સ્ટુડન્ટ્સને મળી શકે છે.

આ પણ વાંચો, ચીન વિવાદઃ સેટેલાઇટ તસવીરોમાં દાવો, ગલવાન ઘાટીમાં ફરીથી જોવા મળ્યા ચીનના ટેન્ટ


જુલાઈમાં પરિણામ જાહેર થવાની આશા વધી : હવે જ્યારે CBSEની ધોરણ-10 અને ધોરણ-12ની બાકી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો સ્ટુડન્ટ્સની વચ્ચે વહેલી તકે પરિણામ જાહેર થવાની આશા વધી ગઈ છે. મૂળે, CBSEએ લૉકડાઉન પહેલા લેવાયેલી પરીક્ષાના પ્રશ્નપત્રોના મૂલ્યાંકનનું કામ શરૂ કરી દીધું હતું. હવે જ્યારે બાકી પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે તો માનવામાં આવી રહ્યું છે કે બોર્ડ જુલાઈના અંત સુધીમાં પરિણામ જાહેર કરી દેશે. નોંધનીય છે કે, ગયા વર્ષે ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે ધોરણ-10નું પરિણામ 6 મેના રોજ જાહેર થયું હતું.
First published: June 25, 2020, 2:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading