Home /News /national-international /CBSE Board Exam 2023: ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આજથી શરુ, 38 લાખ બાળકોએ આ નિયમો પાળવા પડશે

CBSE Board Exam 2023: ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આજથી શરુ, 38 લાખ બાળકોએ આ નિયમો પાળવા પડશે

cbse board exam 2023

સીબીએસઈ 10મું અને 12માં બોર્ડની પરીક્ષાઓ આજે એટલે કે 15 ફેબ્રુઆરીએથી શરુ થઈ રહી છે. સીબીએસઈ બોર્ડ પરીક્ષા 5 એપ્રિલ 2023 સુધી ચાલશે. સીબીએસઈ તરફથી પરીક્ષાને લઈને એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

CBSE Board Exam 2023 : સીબીએસઈ 10મું અને 12માં બોર્ડની પરીક્ષાઓ આજે એટલે કે 15 ફેબ્રુઆરીએથી શરુ થઈ રહી છે. સીબીએસઈ બોર્ડ પરીક્ષા 5 એપ્રિલ 2023 સુધી ચાલશે. સીબીએસઈ તરફથી પરીક્ષાને લઈને એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. તેમાં સીબીએસઈએ જણાવ્યું છે કે, હાઈસ્કૂલ અને ઈંટરમીડિએટની પરીક્ષામાં કુલ 38 લાખ 83 હજાર 710 બાળકો બેસવાના છે. જેમાંથી 21 લાક 86 હજાર 940 બાળકો હાઈસ્કૂલ અને 16 લાખ 96 હજાર 770 બાળકો ઈંટરમીડિયેટના છે. સીબીએસઈ 10મું બોર્ડ પરીક્ષા 7240 કેન્દ્રો પર અને ઈન્ટરમીડિયેટની પરીક્ષા 6759 કેન્દ્રો પર થશે. નોટિફિકેશન અનુસાર, સીબીએસઈ 10માની પરીક્ષા 76 વિષયો માટે યોજાશે. જ્યારે ઈન્ટરમીડિયેટમાં કુલ 115 વિષયોની પરીક્ષા યોજાશે. સીબીએસઈ વિદેશોમાં પણ પરીક્ષા આયોજીત કરશે. પરીક્ષા ભારત બહાર 26 દેશોમાં યોજાશે.


થર્ડ જેન્ડરના બાળકો પણ આપશે પરીક્ષા


સીબીએસઈ 10મા ધોરણની પરીક્ષા માટે કુલ 21.8 લાખ બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી નવ લાખ 39 હજાર વિદ્યાર્થિનીઓ અને 12.4 વિદ્યાર્થીઓ છે. સીબીએસઈ 12ની પરીક્ષા માટે 16 લાખથી વધારે બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં 9 લાખ 51 હજાર વિદ્યાર્થીઓ અને 7.4 લાખ વિદ્યાર્થિનીઓ છે. તો વળી પાંચ બાળકોએ અન્ય શ્રેણી અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું છે.


સીબીએસઈ તરફથી ચેતવણી આપવામાં આવી છે કે, પરીક્ષાર્થીઓએ ઈલેક્ટ્રોનિક ડિવાઈસનો ઉપયોગ કરવાની મનાઈ છે. વિદ્યાર્થી આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ બેસ્ડ ઉપકરણ પણ ઉપયોગ કરી શકશે નહીં. નિયમ વિરુદ્ધ કામ કરતા પકડાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
First published:

Tags: CBSE, CBSE Board Exams, CBSE Exams