Home /News /national-international /

CBSE Board Exam 2022: બોર્ડની પરીક્ષા પહેલા લાઈવ વેબિનાર, ધો. 10-12નાં વિદ્યાર્થીઓને હાજર થવું જરૂરી

CBSE Board Exam 2022: બોર્ડની પરીક્ષા પહેલા લાઈવ વેબિનાર, ધો. 10-12નાં વિદ્યાર્થીઓને હાજર થવું જરૂરી

11 વાગ્યાથી વેબીનાર શરૂ

CBSE Board Exam 2022, CBSE Live Webinar, CBSE Term 2 Exam : સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકોની સુવિધા માટે લાઈવ વેબિનાર રેકોર્ડ કરીને યુટ્યુબ પર અપલોડ કરવામાં આવશે. યુટ્યુબ પર અપલોડ કર્યો હોવાના કારણે તમે આ વેબીનાર ફ્રી ટાઈમ પ્રમાણે ગમે ત્યારે જોઈ શકશો.

વધુ જુઓ ...
    CBSE Board Exam 2022, CBSE Live Webinar, CBSE Term 2 Exam: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આવતીકાલથી એટલે કે 26 એપ્રિલ, 2022ના રોજ શરૂ થશે. આ વર્ષે દેશમાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિને જોતા બોર્ડની પરીક્ષા 2 ટર્મમાં લેવામાં આવી રહી છે. જેના કારણે સીબીએસઈ બોર્ડ ટર્મ 1ની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર 2021માં લેવામાં આવી હતી. ત્યારે સીબીએસઈ બોર્ડ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની તૈયારીઓમાં સહાયતા કરવા માટે લાઇવ વેબિનારનું આયોજન કરી રહ્યું છે.

    શિક્ષકોની હાજરી ફરજિયાત

    સીબીએસઈ બોર્ડના અધ્યક્ષ વિનીત જોશી આજે સવારે 11 વાગ્યે લાઈવ વેબિનાર યોજવાના છે. 1 કલાકના આ લાઈવ વેબિનારમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરવા માટે કેટલીક મહત્વની ગાઈડલાઈન આપવામાં આવશે. આ ગાઈડલાઈન તેમને ભવિષ્યમાં અનેક પ્રકારની સમસ્યાઓથી બચાવશે. બીજી તરફ સીબીએસઇ બોર્ડે આ વેબિનારમાં શિક્ષકો માટે હાજર રહેવું ફરજિયાત કરી દીધું છે

    યુટ્યુબ પર જોઈ શકાશે વેબિનાર

    સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકોની સુવિધા માટે લાઈવ વેબિનાર રેકોર્ડ કરીને યુટ્યુબ પર અપલોડ કરવામાં આવશે. યુટ્યુબ પર અપલોડ કર્યો હોવાના કારણે તમે આ વેબીનાર ફ્રી ટાઈમ પ્રમાણે ગમે ત્યારે જોઈ શકશો. સીબીએસઇ બોર્ડે તમામ સંલગ્ન શાળાઓને વેબકાસ્ટની લાઇવ સ્ટ્રીમ જોવા માટે સેટઅપ્સની વ્યવસ્થા કરવા પણ નિર્દેશ આપ્યો છે.

    આ પણ વાંચો-કોરોના વિરુદ્ધ જંગ મંદ પડી? 14 દિવસમાં માત્ર 3.8 લાખ લોકોએ લીધો ત્રીજો ડોઝ

    લાઈવ વેબિનારનો શું છે ફાયદો?

    સીબીએસઇ બોર્ડે લાઇવ વેબિનારને લઇને એક નિવેદન શેર કર્યું છે. તેમાં લખ્યું છે કે, બોર્ડની પરીક્ષાની તૈયારીઓ અને પદાધિકારીઓની ભૂમિકા અને જવાબદારીઓ સમજાવવા માટે લાઇવ વેબિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યારે બોર્ડની પરીક્ષાઓ બે વર્ષના ગાળા બાદ યોજાઈ રહી છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ એકદમ નર્વસ છે અને આ વેબિનાર તેમને થોડી રાહત આપી શકે છે.

    ઉલ્લેખનીય છે કે, બોર્ડ દ્વારા તમામ શાળાઓને વેબકાસ્ટની લાઇવ સ્ટ્રીમ જોવા માટે સેટઅપની વ્યવસ્થા કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. બોર્ડે વધુમાં જણાવ્યું હતું કે, આ વેબિનારને જોવા માટે કોઇ પણ શાળા દ્વારા નિર્દેશોનું પાલન ન થાય તો તે બાબતને ગંભીરતાથી લેવામાં આવશે..
    Published by:Margi Pandya
    First published:

    Tags: Board exam, CBSE, Cbse board, Youtube

    આગામી સમાચાર