CBSE Exam : HRD મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કરી મોટી જોહેરાત, વિદ્યાર્થી પોતાના શહેરમાં આપી શકશે પરીક્ષા

News18 Gujarati
Updated: May 27, 2020, 8:48 PM IST
CBSE Exam : HRD મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કરી મોટી જોહેરાત, વિદ્યાર્થી પોતાના શહેરમાં આપી શકશે પરીક્ષા
HRD મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કરી મોટી જોહેરાત, વિદ્યાર્થી પોતાના શહેરમાં આપી શકશે પરીક્ષા

એચઆરડી મંત્રીએ ટ્વિટર પર આ વાતની જાણકારી આપી

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પોખરિયાલ નિશંકે (Union HRD Minister Dr Ramesh Pokhriyal) બુધવારે સીબીએસઈ વિદ્યાર્થી (CBSE Students) માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે 10માં અને 12માં ધોરણના વિદ્યાર્થી જે લૉકડાઉન દરમિયાન બીજા રાજ્યમાં અથવા બીજા જિલ્લામાં ચાલ્યા ગયા હોય તે બાકીની બોર્ડની પરીક્ષા ત્યાં આપી શકશે. એચઆરડી મંત્રીએ ટ્વિટર પર આ વાતની જાણકારી આપી હતી.

તમને જણાવી દઈએ કે કોવિડ-19ના કારણે સીબીએસઈ બોર્ડની કેટલીક પરીક્ષા રદ કરવામાં આવી હતી. બાકી બચેલી પરીક્ષાની ડેટશીટ જાહેર કર્યા પછી એચઆરડી મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું હતું કે વિદ્યાર્થી પોતાની સ્કૂલોમાં જ્યાં તેમનો એનરોલમેન્ટ છે ત્યાં જ પરીક્ષા આપી શકશે, એટલે કે તેને જ પરીક્ષા સેન્ટર રાખવામાં આવશે. પાછળથી એવી માહિતી સામે આવી કે કેટલાક વિદ્યાર્થી બહાર ચાલ્યા ગયા છે, કેટલાક શહેરમાં હાજર નથી. આવા વિદ્યાર્થીઓ માટે હવે કેન્દ્રીય મંત્રીએ જાહેરાત કરી છે.

આ પણ વાંચો - ભારતની મોટી ફૂટનીતિક જીત, નેપાળે વિવાદિત નકશા પર પ્રતિબંધ લગાવ્યો

29 મૂળ વિષયોની પરીક્ષાઓ

આ પહેલા સીબીએસઈએ 10માં અને 12માં ધોરણના બાકી પેપર માટે ફરીથી ટાઈમટેબલ જાહેર કરી દીધું હતું. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે જે 29 મૂળ વિષયોની પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધો હતો, તેમાં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ધોરણ 10ના 6 પેપર સામેલ છે, ત્યારે આખા દેશમાં ધોરણ 12ના 12 પેપર સામેલ છે. એટલું જ નહી, ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ઘોરણ 12ના 11 વિષયોની પરીક્ષાનું આયોજન કરવાનું છે. કોરોના વાયરસનો દુનિયાભરમાં કહેર છે. ભારતમાં આ મહામારીથી સંક્રમિત થનાર લોકોની સંખ્યા સવા લાખનો આંકડો પાર કરી ચૂકી છે.
First published: May 27, 2020, 8:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading