મોટા સમાચારઃ 15 જુલાઈ પહેલા જાહેર થશે CBSE અને ICSEના પરિણામ

News18 Gujarati
Updated: June 26, 2020, 11:41 AM IST
મોટા સમાચારઃ 15 જુલાઈ પહેલા જાહેર થશે CBSE અને ICSEના પરિણામ
CBSEના સોગંદનામાને મંજૂરી મળતાં સુપ્રીમ કોર્ટે બોર્ડને નોટિફિકેશન જાહેર કરવાની મંજૂરી આપી દીધી છે

CBSEના સોગંદનામાને મંજૂરી મળતાં સુપ્રીમ કોર્ટે બોર્ડને નોટિફિકેશન જાહેર કરવાની મંજૂરી આપી દીધી છે

  • Share this:
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ પર CBSE બોર્ડ પરીક્ષાને લઈને નવું સોગંદનામું રજૂ કરી દીધું છે. સોગંદનામામાં તે તમામ વાતોની સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેની પર ગુરુવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વાંધી ઉઠાવ્યો હતો. નવા સોગંદનામામાં સ્પષ્ટ થઈ ગયું છે કે CBSE અને ICSE બંનેના પરિણામ 15 જુલાઈ પહેલા જાહેર કરવામાં આવશે. CBSEએ જણાવ્યું કે આ પરિણામ ત્રણ પેપરના મૂલ્યાંકનના આધારે જાહેર થશે અને તેના આધારે સ્ટુડન્ટ્સ એડમિશન લઈ શકશે. ધોરણ-12ના સ્ટુડન્ટ્સ બાદમાં પરીક્ષા આપી શકે છે. જો તે આવો વિકલ્પ પસંદ કરે છે તો પરીક્ષામાં મેળવેાલ માર્ક જ ફાઇનલ ગણાશે. અસેસમેન્ટન માર્ક નહીં જોડાય.

CBSEના સોગંદનામાને મંજૂરી મળતાં સુપ્રીમ કોર્ટે બોર્ડને નોટિફિકેશન જાહેર કરવાની મંજૂરી આપી દીધી છે. તેની સાથે એ વાત પર મહોર પણ લાગી ગઈ છે કે 1થી 15 જુલાઈ દરમિયાન યોજાનારી CBSEની પરીક્ષાઓ હવે રદ કરી દેવામાં આવી છે. ગુરુવારે થયેલી સુનાવણીમાં કેન્દ્ર સરકોર પોતાનો પક્ષ રજૂ કરતાં CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય વિશે સુપ્રીમ કોર્ટને જાણકારી આપી હતી. ત્યારબાદ કોર્ટે ટાઇમલાઇન અને પરિણામની સમયમર્યાદા સહિત અનેક બાબતોની સ્પષ્ટતા કરવા માટે કેન્દ્ર સરકારને નવી એફિડેવિટ આપવા માટે કહ્યું હતું.

આ પણ વાંચો, 3 દિવસમાં 33 અખબારોની મદદથી બનાવ્યું ટ્રેનનું મૉડલ, રેલવેએ આપી શાબાશી

સોગંદનામાની અગત્યની વાતો

- હવે ધોરણ 10 અને 12ના સ્ટુડન્ટ્સ જેઓએ પરીક્ષા પૂરી કરી લીધી છે તેમનું સામાન્ય રીતે પરિણામ આવશે.
- જે સ્ટુડન્ટ્સે 3થી વધુ પેપર આપ્યા છે, બાકીના પેપર માટે સર્વશ્રેષ્ઠ 3 વિષયના સરેરાશ માર્ક આપવામાં આવશે.
- જે સ્ટુડન્ટ્સે 3 પેપર આપ્યા છે, બાકી પરીક્ષાઓ માટે સર્વશ્રેષ્ઠ બે વિષયોના સરેરાશ માર્ક મળશે.
- જે લોકોએ એક કે બે પેપર આપ્યા છે, તેમના પરિણામ બોર્ડના પ્રદર્શન અને આંતરિક/પ્રેક્ટિકલ મૂલ્યાંકન પર નક્કી થશે.
- એસજીએ કોર્ટેમાં કહ્યું કે પરિણામને લઈને હજુ કોઈ ચોક્કસ સમય ન કહી શકીએ. પરંતુ સ્થિતિ ઠીક નહીં થાય તો પરીક્ષા નહીં લેવાય.

 
First published: June 26, 2020, 9:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading