CBSE તરફથી બોર્ડ પરીક્ષાને લઈને નોટિફિકેશન જાહેર, જાણો નવું અપડેટ

News18 Gujarati
Updated: June 26, 2020, 2:42 PM IST
CBSE તરફથી બોર્ડ પરીક્ષાને લઈને નોટિફિકેશન જાહેર, જાણો નવું અપડેટ
પ્રતિકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટે 12માની વૈકલ્પિક પરીક્ષાની સમયસીમા નિર્ધારિત કરવાની માંગણી ફગાવી છે.

  • Share this:
કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા સુપ્રીમ કોર્ટે (Supreme Court) એક સોગંદનામું રજૂ કર્યું છે. જે મુજબ સીબીએસઇની બૉર્ડની પરીક્ષાને લઇને નોટિફિકેશન (CBSE Board Exam Notification) જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશનમાં તમામ વાતો વિસ્તારથી જણાવવામાં આવી છે. જાણો શું ખાસ છે આ નોટિફિકેશનમાં
- દસમા અને 12મીની 1 જુલાઇથી 15 જુલાઇ સુધી થનારી પરીક્ષાને સ્થગિત રાખવામાં આવી છે.
-કેન્સલ થયેલી પરીક્ષામાં વિદ્યાર્થીનું અસેસમેન્ટ નિર્ધારિત અસેસમેન્ટ સ્કીમ હેઠળ કરવામાં આવશે.

-12માં ધોરણના વિદ્યાર્થીઓ જે 15 જુલાઇએ આવતા પરિણામોથી ખુશ હશે તેમની પરીક્ષા લેવામાં નહીં આવે. પણ જે વિદ્યાર્થી અસેસ્મેન્ટ નંબરથી ખુશ નહીં હોય કે પછી સારું પ્રદર્શન કરવા ઇચ્છે છે તે પરીક્ષા આપી શકે છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેમના માર્કે પરીક્ષાના જે અંતિમ માર્ક હશે તે જ ગણાશે.

-અસેસ્મેન્ટના નંબરને પછી માન્ય નહી ગણવામાં આવે.

-12મીના ક્લાસના સ્ટૂડેંટ્સ પાછળથી પરીક્ષા આવી શકે છે. જો તે આ વિકલ્પ પસંદ કરે છે તો પરીક્ષામાં જે નંબર આવશે તે જ તેમના ફાઇનલ નંબર હશે.-દસમા ધોરણની પરીક્ષા હવે નહીં થાય. અસેસમેન્ટ સ્કીમ હેઠળ પરિણામ જાહેર થશે અને તે જ અંતિમ મનાશે.

કેવી રીતે થશે CBSEનું અસેસ્મેન્ટ?
જે વિદ્યાર્થીઓએ અત્યાર સુધી ત્રણથી વધુ પેપર આપ્યા છે. તેમનું આ ત્રણ સર્વશ્રેષ્ઠ પેપરથી એવરેજ નીકાળવામાં આવશે. પછી આ નંબર બચેલા પેપરમાં આપવામાં આવશે.

-જે વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં ખાલી ત્રણ જ પેપર આપ્યો છે તેમને બે સર્વશ્રેષ્ઠ પેપરમાંથી એવરેજ નીકાળવામાં આવશે. આ નંબર બાકીના પેપરમાં એડ કરવામાં આવશે.

-જે વિદ્યાર્થીઓએ અત્યાર સુધી ખાલી બે પેપર આપ્યો છે. તેમને પ્રેક્ટિકલ પરીક્ષા નંબર મેળવીને એવરેજ નીકળવામાં આવશે. જો કે આવા ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ છે.

-ICSE બોર્ડ પોતાના અસેસમેન્ટની રીતને એક સપ્તાહમાં સાર્વજનિક કરશે.

-સુપ્રીમ કોર્ટે 12માની વૈકલ્પિક પરીક્ષાની સમયસીમા નિર્ધારિત કરવાની માંગણી ફગાવી છે. કોર્ટે જાણ્યું કે ભવિષ્યમાં સ્થિતિ સામાન્ય થયા પછી પણ સીબીઆઇ 12 ધોરણની પરીક્ષા ના પણ કરાવે. તેવામાં કોઇ સમયસીમા અત્યારે ના આપી શકાય. અને આ નિર્ણય સંપૂર્ણ પણે આવનારી પરિસ્થિતિ પર આધારિત રહેશે. કેન્દ્ર સરકારે તે પણ નક્કી કર્યું ભવિષ્યમાં સ્થિતિ સામાન્ય થાય છે તો તે વિદ્યાર્થીનો નિર્ણય રહેશે કે તેને પરીક્ષા આપવી છે કે નહીં.

વધુ વાંચો - સાઇનાઇડ મોહન'ને મળી જન્મટીપની સજા, 20 મહિલાઓની રેપ કરનાર આ સીરિયલ કિલર વિષે વધુ જાણો  

ICSE પર સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તે દસમા ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાનો વિકલ્પ આપી શકે છે. તમને જણાવી દઇએ કે આઇસીએસઇના ઔસત નંબરનો ફોર્મ્યૂલા સીબીએસઇથી અલગ છે. આઇસીએસઇ આવનારા સપ્તાહમાં અંગે જાણકારી પોતાની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવશે.
ગુરુવારે થયેલી સુનવણીમાં કેન્દ્ર સરકારે પોતાનો પક્ષ રાખતા કહ્યું કે સીબીએસઇ બોર્ડની દસમા અને બારમાની પરીક્ષા રદ્દ કરવાના નિર્ણય મામલે સુપ્રીમ કોર્ટે જાણકારી આપી હતી. આ પછી કોર્ટે ટાઇમલાઇન અને રિઝલ્ટની સમયસીમા સમેત અનેક વાતો સ્પષ્ટ કરી હતી. કેન્દ્ર સરકારે આ મામલે નવું સોંગદનામું આપવાની પણ વાત કહી હતી.

સીબીએસઇની તર્જ પર આઇસીએસઇએ પણ પોતાની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. જો કે આઇસીએસઇ બોર્ડે વિદ્યાર્થીઓ સામે પરીક્ષા ફરી લેવાનો વિકલ્પ પણ મૂક્યો છે. સેન્ટ્રલ ટીચર એન્ટ્રેસ ટેસ્ટ એટલે કે સીટેટ પર પણ સંકટના વાદળો છવાયેલા છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલય રમેશ પોખરિયાલ નિશંકે ટ્વિ કરીને આ મામલે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે સીટેટ પરીક્ષા હાલ સ્થગિત કરી દીધી છે. સ્થિતિ સામાન્ય થયા પછી જ આ પરીક્ષાને આયોજીત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સીટેટની પરીક્ષા 5 જુલાઇએ થવાની હતી.
First published: June 26, 2020, 2:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading