કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય CBSE બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ કરવામાં આવી

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય CBSE બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ કરવામાં આવી

 • Share this:
  નવી દિલ્લી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને લઈને લઈને CBSEની ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર અને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંઘ ઉપરાંત શાળાના શિક્ષકો અને શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ સચિવ, રોગચાળો ફાટી નીકળવાની વચ્ચે સીબીએસઈ પરીક્ષાઓ યોજવા અંગેની આ ઉચ્ચ-સ્તરીય બેઠકમાં ભાગ લીધો હતો.

  આ બેઠકમાં સીબીએસઇના અધ્યક્ષ પણ જોડાયા હતા. આ બેઠકમાં વડા પ્રધાનને પરીક્ષા યોજવા માટેના તમામ વિકલ્પો વિશે માહિતી આપવામાં આવી હતી. જોકે, બેઠક બાદ એવું તારણ કાઠવામાં આવ્યું હતું કે, કોરોના સમયગાળા દરમિયાન સીબીએસઈ 12મી પરીક્ષા યોજવી તે યોગ્ય રહેશે નહીં. આ પછી, આ પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાદમાં, જ્યારે પણ પરીક્ષા લેવામાં આવશે, ત્યારે બાળકોના વાલીઓને તેની જાણ કરવામાં આવશે.  કોરોના કહેરની બીજી લહેરના કારણે બોર્ડની પરીક્ષા રદ કરવાની સતત માંગ ઉઠી હતી. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ આ સંદર્ભમાં વડા પ્રધાનને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે માગ કરી હતી કે, બાળકોના માતાપિતાની ચિંતાને ધ્યાનમાં રાખીને, આ વર્ષે પણ પાછલા વર્ષની જેમ પરફોમન્સના આધારે વિદ્યાર્થીઓને માસ પ્રમોસન આપવામાં આવે.

  પરીક્ષા રદ કરવાના નિર્ણયને આવકારતા સીએમ કેજરીવાલે કહ્યું કે, 'હું ખુશ છું કે ધોરણ 12 ની પરીક્ષા રદ થઈ ગઈ છે. અમે બધા બાળકોના સ્વાસ્થ્ય વિશે ખૂબ ચિંતિત હતા. કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી મોટી રાહત છે.

  આશરે 300 જેટલા વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને પરીક્ષાને રદ કરવાની અપીલ કરી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, આ રોગચાળાની વચ્ચે પરીક્ષા યોજવીએ ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ તેમના પરિવારો, શિક્ષકો અને અન્ય કર્મચારીઓ માટે પણ જોખમી સાબિત થઈ શકે છે.
  Published by:kuldipsinh barot
  First published:June 01, 2021, 19:48 IST

  ટૉપ ન્યૂઝ