Home /News /national-international /CBSE Board Exams 2021: પરીક્ષા આપ્યા વગર આવી રીતે પાસ થશે CBSE ધો-10ના સ્ટુડન્ટ્સ, જાણો Formula

CBSE Board Exams 2021: પરીક્ષા આપ્યા વગર આવી રીતે પાસ થશે CBSE ધો-10ના સ્ટુડન્ટ્સ, જાણો Formula

પ્રતિકાત્મક તસવીર

CBSE ધોરણ-10નું પરિણામ ઓબ્જેક્ટિવ ક્રાઇટેરિયા (ઇન્ટરનલ અસેસમેન્ટ)ના આધાર પર તૈયાર કરવામાં આવશે, જાણો વધુ વિગતો

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમણ (Coronavirus)ના કહેરની ગંભીરતાને ધ્યાને લઈ સીબીએસઇ બોર્ડ પરીક્ષા (CBSE Exams 2021) રદ કરવાની માંગને લઈ 14 એપ્રિલ 2021ના રોજ વડાપ્રધાન મોદી (PM Narendra Modi) અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક (Ramesh Pokhriyal Nishank)ની એક અગત્યની બેઠક મળી, જેમાં સીબીએસઇના અધિકારી પણ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં ધોરણ-10 બોર્ડની પરીક્ષા રદ (CBSE Class-10 Exams Cancel) કરવા અને ધોરણ-12ની પરીક્ષાઓ ટાળવાનો (CBSE Class-10 Exams Postpond) નિર્ણય લેવામાં આવ્યો.

ધોરણ-10ની પરીક્ષામાં આવી રીતે પાસ થશે સ્ટુડન્ટ્સ

શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, 4 મે 2021થી 14 જૂન 2021 સુધી આયોજિત થનારી ધોરણ-10ની બોર્ડ પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. ધોરણ-10ના પરિણામ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે. ધોરણ-10નું પરિણામ ઓબ્જેક્ટિવ ક્રાઇટેરિયા (ઇન્ટરનલ અસેસમેન્ટ)ના આધાર પર તૈયાર કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને પોતાના પરિણામથી સંતુષ્ટ નથી તો તે પરીક્ષા યોજવાની સ્થિતિમાં તેમને પરીક્ષામાં બેસવાની તક આપવામાં આવશે. નોંધનીય છે કે, ધોરણ-10ની પરીક્ષામાં 18 લાખ સ્ટુડન્ટ્સ અને ધોરણ-12ની પરીક્ષામાં 12 લાખ સ્ટુડન્ટ્સ બેસવાના હતા.

આ પણ વાંચો, LICની આ પોલિસીમાં મળશે 17.5 લાખ રૂપિયા, FDથી વધુ મળશે વ્યાજ, જાણો આ ખાસ પ્લાન વિશે

પરીક્ષા રદ કરવાની આ લોકોએ કરી હતી માંગ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી બાદ રાહુલ ગાંધીએ પણ સીબીએસઇ બોર્ડની પરીક્ષાઓને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં મનસે પ્રમુખ, તમિલનાડુમાં પીએમકેના સંસ્થાપક એસ. રામદાસ, બોલિવૂડ અભિનેતા સોનૂ સુદ અને રવીના ટંડને પણ બોર્ડ પરીક્ષાઓને રદ કરવા અને પરીક્ષા લીધા વગર સ્ટુડન્ટ્સને ઉપલા ધોરણમાં પ્રમોટ કરવાની માંગ કરી છે. રવીના ટંડને ટ્વીટરના માધ્યમથી કહ્યું હતું કે આ સમય તણાવપૂર્ણ છે અને બાળકો હાલમાં સમયમાં પરીક્ષા આપે તો તે જોખમથી ભરેલું છે.

આ પણ વાંચો, Gold Price Today: સોના-ચાંદીની કિંમતોમાં આવી તેજી, ફટાફટ ચેક કરી લો કેટલો વધ્યો ભાવ

આ રાજ્યોએ સ્થગિત કરી બોર્ડની પરીક્ષા

કોરોનાના વધતા કેસોના કારણે પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રે બોર્ડ પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે. આ રાજ્યોમાં બોર્ડ પરીક્ષાઓની તારીખોની જાહેરાત બાદમાં કરવામાં આવશે. બીજી તરફ સ્કૂલ અને કોલેજોમાં પણ ઓફ લાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે.
First published:

Tags: Board examination, CBSE, Coronavirus, COVID-19