CBSE બોર્ડ ધોરણ 10-12ની ડેટશીટ જાહેર, જાણો કઈ તારીખે લેવાશે કયું પેપર

News18 Gujarati
Updated: May 18, 2020, 2:29 PM IST
CBSE બોર્ડ ધોરણ 10-12ની ડેટશીટ જાહેર, જાણો કઈ તારીખે લેવાશે કયું પેપર
CBSE Board Exam Date Sheet: પરીક્ષાઓ 1 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે લેવાશે

CBSE Board Exam Date Sheet: પરીક્ષાઓ 1 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે લેવાશે

  • Share this:
નવી દિલ્હીઃ સીબીએસઈ બોર્ડ પરીક્ષા (CBSE Board Exam)ની ડેટશીટ સાથે જોડાયેલી મહત્વની જાણકારી માનવ સંસાધન વિકાસ મંત્રી (Human Resource Development) રમેશ પોખરિયાલ નિશંક (Ramesh Pokhriyal Nishank)એ જાહેર કરી દીધી છે. તેમાં સીબીએસઈ બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12ની બાકી પરીક્ષાઓ માટે નવી ડેટ શીટની જાહેરાત કરી દીધી છે. શિક્ષણ મંત્રી નિશંકે આ જાહેરાતની સાથે જ હવે એ નક્કી થઈ ગયું કે બચેલા 29 વિષયોમાંથી કયા પેપર કયા દિવસે આયોજિત થશે. સીબીએસઈ બોર્ડ ધોરણ 10 અને ધોરણ-12ની બાકી પરીક્ષાઓ 1 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે આયોજિત કરશે. આવો જાણીએ કે કયા વિષયની પરીક્ષા કયા દિવસે લેવાશે...

ધોરણ-10ની પરીક્ષા (માત્ર ઉત્તર-પૂર્વ દિલ્હીમાં લેવાશે)

ધોરણ-12ની પરીક્ષા (દેશભરમાં)


આ પણ વાંચો, Lockdown 4.0: નવી ગાઇડલાઇનની આ 7 વાતો જાણવી ખૂબ જ જરૂરી

ધોરણ-10ની પરીક્ષાઓ માત્ર ઉત્તર-પૂર્વ દિલ્હીમાં

CBSE Board ધોરણ-10ની પરીક્ષાઓ દેશભરમાં આયોજિત ન કરીને માત્ર ઉત્તર-પૂર્વ દિલ્હી માં આયોજિત કરશે. એવું એટલા માટે કારણ કે ત્યાં હિંસાના કારણે અહીં પરીક્ષાઓ આયોજિત નહોતી થઈ શકી. એવામાં ઉત્તર-પૂર્વ દિલ્હીને બાદ કરતં) બાકી સ્ટુડન્ટ્સની સીબીએસઈ બોર્ડ ધોરણ-10ની પરીક્ષાઓ નથી આપવાની, જોકે ધોરણ-12ની પરીક્ષાઓ દેશભરમાં આપવાની છે.

ઓગસ્ટમાં પરિણામ જાહેર થવાની શક્યતા

CBSEની લેવાઈ ચૂકેલી પરીક્ષાની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કામ શરૂ થઈ ચૂક્યું છે. બોર્ડ અનુસાર બાકી બચેલા ઉત્તરવહીઓના મૂલ્યાંકનનું કામ પણ ઝડપથી પૂરું કરી લેવામાં આવશે. એવામાં સીબીએસઈ બોર્ડની ધોરણ- 10 અને ધોરણ-12ની બાકી બચેલી પરીક્ષાઓ 15 જુલાઈ સુધીમાં ખતર કરી લેવામાં આવશે તો માનવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટન મધ્ય સુધીમાં આ પરીક્ષાઓનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે. એવું એટલા માટે પણ કારણ કે સીબીએસઈ પેપર ખતમ થવાના એક મહિનાની અંદર જ પરિણામ જાહેરાત કરી રહ્યું છે.

આ પણ વાંચો, Gold Price Today: લૉકડાઉન વચ્ચે દેશમાં વેચાઈ રહ્યું છે સૌથી મોંઘું સોનું, જાણો કારણ


 
First published: May 18, 2020, 2:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading