વિદ્યાર્થીઓ માટે રાહત, 30 ટકા સુધી ઘટશે અભ્યાસક્રમ, CBSEએ કરી જાહેરાત

વિદ્યાર્થીઓ માટે રાહત, 30 ટકા સુધી ઘટશે અભ્યાસક્રમ, CBSEએ કરી જાહેરાત

આ વ્યવસ્થા 2020-21 સત્ર માટે લાગુ થશે

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ, સીબીએસઈએ (Central Board of Secondary Education, CBSE) મંગળવારે ધોરણ 9માં અને 12માંના પાઠ્યક્રમમાં 30 ટકા ઘટાડવાની જાહેરાત કરી છે. આ વ્યવસ્થા 2020-21 સત્ર માટે લાગુ થશે. આ નિર્ણય કોરોના વાયરસ મહામારીની વિષમ સ્થિતિને ધ્યાનમાં રાખીને લીધો છે. સીબીએસઈ દ્વારા કરવામાં આવેલા ટ્વીટમાં આ વાતની જાણકારી આપી છે.

  કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે પણ ટ્વિટ કરીને જાણકારી આપી છે. તેમણે કહ્યું કે દેશ અને દુનિયાની અસાધારણ સ્થિતિને જોતા સીબીએસઈને સલાહ આપી હતી કે તે પાઠ્યક્રમમાં ઘટાડો કરે. તેમણે એ પણ લખ્યું કે તે પોતાના નિર્ણય માટે થોડા અઠવાડિયા પહેલા શિક્ષાવિદો પાસે સલાહ માંગી હતી અને અમને આ મામલામાં દોઢ હજાર જેટલી સલાહ મળી હતી.

  આ પણ વાંચો - કાનપુર એન્કાઉન્ટર : બે મહિલાઓ જે દુબેને આપી રહી હતી પોલીસનું લોકેશન અને ચલાવતી હતી ગોળીઓ  પરીક્ષા યોજવાને લઈને થઈ હતી અરજી

  જણાવી દઈએ કે સીબીએસઈએ બાકી રહેલી પરીક્ષાઓ 1 જુલાઈથી 15 જુલાઈની વચ્ચે જાહેર કરી હતી. પરંતુ કેટલાક વાલીઓને લાગતુ હતું કે તેનાથી બાળકોના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. જેના કારણે તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યા હતો. પાછળથી સરકારે પરીક્ષાને રદ કરવાની જાહેરાત કરી હતી.

  આખા દેશમાં કોવિડ-19 મહામારીના કારણે 16 માર્ચથી જ સ્કૂલ અને કોલેજ બંધ છે. જેના પછી 24 માર્ચથી આખા દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી હતી, જે બીજા દિવસથી જ લાગુ થઈ ગયુ અને ત્યારથી લઈને અત્યાર સુધી લૉકડાઉનમાં થોડી છૂટ જરુર આપી હતી પરંતુ સ્કૂલ અને કોલેજ બંધ જ છે.
  Published by:Ashish Goyal
  First published: