નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ ધોરણ-12 (Class-12)ની બોર્ડ પરીક્ષા (Board Examination)ને રદ કરવા અને મૂલ્યાંકન માપદંડની માંગવાળી અરજીની સુનાવણીને હવે બે સપ્તાહ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. જસ્ટિસ એ.એમ. ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેન્ચે સીબીએસઇ (CBSE) અને સીઆઇએસસીઇ (CISCE)ને સ્ટુડન્ટ્સનું આકલન કરવા માટે વૈકલ્પિક મૂલ્યાંકન માપદંડની સાથે આવવા માટે બે સપ્તાહનો સમય આપ્યો છે. એટલે કે બે સપ્તાહ દરમિયાન સીબીએસઇ અને સીઆઇએસસીઇને વિકલ્પ તરીકે જણાવવો પડશે, જેના આધાર પર તેઓ સ્ટુડન્ટ્સનું પરિણામ તૈયાર કરવાના છે.
કેન્દ્ર સરકારે પહેલા જ CBSE ધોરણ-12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લઈ લીધો છે, એવામાં સુપ્રીમ કોર્ટ એ જાણવા માંગે છે કે પરિણામ તૈયાર કરવા માટે મૂલ્યાંકન માપદંડ શું હશે.
CBSE evaluation criteria for Class 12 are under consideration and it would take upto 2 weeks. Experts would look at all the possibilities and make a decision: CBSE Secretary Anurag Tripathi pic.twitter.com/ksDRAuHbgl
આ દરમિયાન, અનુભા શ્રીવાસ્તવ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં 26 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોને પોતપોતાના રાજ્ય બોર્ડોને ધોરણ-12ની બોર્ડ પરીક્ષા રદ કરવાના નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. દાખલ કરવામાં આવેલી અરજીનો ઉદ્દેશ્ય ધોરણ-12ની બોર્ડ પરીક્ષાના નિર્ણયની સાથે સમાનતા રાખવાની છે.
આજની સુનાવણીમાં એટોર્ની જનરલે જણાવ્યું કે, CBSE ત્રણ સપ્તાહમાં મૂલ્યાંકન માપદંડ પર નિર્ણય લેશે. ICSEના વકીલે એવું પણ સૂચિત કર્યું છે કે તેમની પાસે વિશેષજ્ઞોની એક સમિતિ છે, જે ટૂંક સમયમાં જ માપદંડ પર નિર્ણય લેશે. માપદંડની પસંદગી કરવા માટે બંને પક્ષોએ સુપ્રીમ કોર્ટ પાસેથી વધુ સમય ફાળવવાની માંગ કરી હતી. જોકે CBSE અને CISCE એ જવાબ આપવા માટે ચાર સપ્તાહનો સમય માંગ્યો છે. પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે સ્ટુડન્ટ્સ વિદેશ જઈને અભ્યાસ કરવા માંગે છે, તેમના માટે મોડું થઈ જશે. તેમણે કહ્યું કે બે સપ્તાહનો સમય પૂરતો છે. એડવોકેટ મમતા બેનર્જીએ ચિંતા વ્યક્ત કરી કે વિવિધ બોર્ડની પ્રક્રિયામાં ઝડપ લાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે આ પ્રક્રિયા 15 જુલાઈ પહેલા આયોજિત કરવામાં આવી હતી. રાજ્ય બોર્ડોની સાથે 1.2 કરોડ સ્ટુડન્ટ્સ છે અને કેટલાક રાજ્યોના બોર્ડોએ હજુ સુધી ધોરણ-12ની બોર્ડ પરીક્ષા પર કોઈ નિર્ણય નથી લીધો કે તેઓ પરીક્ષા આયોજિત કરશે કે નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર