નવી દિલ્હીઃ CBSEએ ધોરણ-10નું પરિણામ જાહેર કરી દીધું છે. CBSEએ જાહેર કરેલા પરિણામમાં 91.46% સ્ટુડન્ટ્સ પાસ થયા છે. પરિણામ આ વેબસાઇટ્સ પર ઓનલાઇન ચેક કરી શકાય છેઃ cbse.nic.in, www.results.nic.in અથવા
www.cbseresults.nic.in
પરિણામ વિશે જાણકારી આપતાં માનવ સંસાધન વિકાસ મંત્રી ડૉ. રમેશ નિશંક પોખરિયાલે જણાવ્યું કે, પ્રિય સ્ટુડન્ટ્સ, માતા-પિતા અને શિક્ષક! CBSEએ ધોરણ-10નું પરિણામ જાહેર કર્યું છે અને તેને
http://cbseresults.nic.in પર જોઈ શકાય છે. હું ફરી કહ્યું છું કે, સ્ટુડન્ટ્સના સ્વાસ્થ્ય અને ગુણવત્તાપૂર્વકનું શિક્ષણ અમારી પ્રાથમિકતા છે.
આ પણ વાંચો, ખુશખબર! કોર્ટમાં ટ્રમ્પ સરકાર ઝૂકી- વિદેશી સ્ટુડન્ટ્સના વીઝા રદ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો
નોંધનીય છે કે, છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે CBSE પહેલા ધોરણ 12 અને પછી ધોરણ-10નું પરિણામ જાહેર કરે છે. પરંતુ આ વખતે કોરોના વાયરસને કારણે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે કદાચ એક સાથે જ પરિણામ જાહેર કરી દેવાશે. પરંતુ આવું નથી થયું. CBSEએ ધોરણ-12નું પરિણામ પહેલા જાહેર કર્યું અને ધોરણ-10નું પરિણામ આજે જાહેર કર્યું છે.
ઓફલાઇન મોડમાં જોઈ શકો છો પરિણામ
IVRS સુવિધા
IVRS એક પ્રકારની ટેલીફોનિક સુવિધા છે જેના દ્વારા સ્ટુડન્ટ્સ પોતાનું પરિણામ જોઈ શકે છે. તેના માટે નેશનલ ઇર્ન્ફોમેશન સેન્ટર તે દિવસે એક ટેલીફોન નંબર ઉપલબ્ધ કરાવે છે જેના દ્વારા સ્ટુડન્ટ્સ પોતાના માર્ક જાણી શકે છે. ગયા વર્ષે NICએ દિલ્હી માટે અલગ અને બાકી દેશ માટે અલગ નંબર ઉપલબ્ધ કરાવ્યા હતા.
આ પણ વાંચો, WhatsAppએ યૂઝર્સને આપી સલાહઃ આ એક ભૂલ કરી તો એકાઉન્ટ બંધ થઈ જશે
માઇક્રોસોફ્ટ SMS ઓર્ગનાઇઝર એપ
તેના દ્વારા સ્ટુડન્ટ્સ ધોરણ-10 અને 12ના પરિણામ તેમના રજિસ્ટર્ડ નંબર પર મોકલી દેવામાં આવશે. સ્ટુડન્ટ્સ આ એપને ડાઉનલો ડ કરીને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. નોંધનીય છે કે આ ફીચર સંપૂર્ણ પણે ઓફલાઇન છે. તેનાથી પરિણામ મેળવવા માટે ઉમેદવારે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર નથી રહેતી.
ડિજી રીઝલ્ટ એપ
CBSEનું પરિણામ ડિજી રિઝલ્ટ એપ ઉપર પણ ઉપલબ્ધ છે. તેને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે.
Published by:Mrunal Bhojak
First published:July 15, 2020, 12:54 pm