CBI Vs સરકાર: સિબ્બલે કહ્યું- કેન્દ્રનું વલણ આવું રહ્યું તો CVC-ECનો આવો જ હાલ થશે

News18 Gujarati
Updated: November 29, 2018, 4:43 PM IST
CBI Vs સરકાર: સિબ્બલે કહ્યું- કેન્દ્રનું વલણ આવું રહ્યું તો CVC-ECનો આવો જ હાલ થશે
સુપ્રીમમાં આલોક વર્માના વકીલે કહ્યું- ટ્રાન્સફરમાં નિયમોની અવગણના કરાઈ

સુપ્રીમમાં આલોક વર્માના વકીલે કહ્યું- ટ્રાન્સફરમાં નિયમોની અવગણના કરાઈ

  • Share this:
નવી દિલ્હી: સીબીઆઈમાં ચાલી રહેલા ઘમાસાણની વચ્ચે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માની પિટિશન પર સુનાવણી થઈ હતી. લંચ બાદ ફરીથી શરૂ થયેલી સુનાવણીમાં મલ્લિકાર્જુન ખડગે તરફથી કપિલ સિબ્બલે રજૂઆત કરી. સિબ્બલે કહ્યું કે સીવીસી અને સરકાર એક્ટને અવગણી અને મનમરજી કરી સીબીઆઈ ડાયરેક્ટરને રજા પર ન મોકલી શકે. જો કમિટીના અધિકાર સાથે છીનવી લેશે, તો જે આજે સીબીઆઈ ડાયરેક્ટર સાથે થઈ રહ્યું છે, તે કાલે CVC અને ECI સાથે પણ થ થઈ શકે છે.

કપિલ સિબ્બલે કહ્યું કે, નિયુક્તિ અને હટાવવા કે સસ્પેન્ડનો આદેશ માત્ર સિલેક્શન કમિટી કરી શકે છે. આ મામલો કમિટીની પાસે મોકલવાનો હતો. જો આવો નિર્ણય અને પ્રક્રિયાને આપણે મંજૂર કરીશું તો સીબીઆઈની સ્વાયત્તતાનો શું મતલબ રહી જાય છે? આલોક વર્માની પિટિશન પર આગામી સુનાવણી હવે 5 ડિસેમ્બરે થશે.

આ પહેલા આલોક વર્માના વકીલ ફલી નરીમને દલીલ કરી કે કમિટીની ભલામણ પર જ સીબીઆઈ ડાયરેક્ટર નિયુક્ત કરવામાં આવે છે. તેઓએ કહ્યું કે ટ્રાન્સફરમાં નિયમોનું પાલન નથી કરવામાં આવ્યું. નરીમને કહ્યું કે આલોક વર્માની નિયુક્તિ 1 ફેબ્રુઆરી 2017ના રોજ થઈ હતી. નિયમાનુસાર તેમનો કાર્યકાળ બે વર્ષ સુધીનો છે. જો તેમની ટ્રાન્સફર જ કરવી હતી તો સિેલેક્શન કમિટી કરતી.

આ પણ વાંચો, CBI વિવાદ: આલોક વર્માનો જવાબ લીક થતાં ભડક્યા CJI, 29 સુધી સુનાવણી ટાળી

અગાઉની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) રંજન ગોગોઈએ આલોક વર્માના સીલબંધ કવરની વાતો સાર્વજનિક થવાની કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી. CJIએ ત્યાં સુધી કહ્યું હતું કે તમારામાંથી કોઈ પણ સુનાવણીને લાયક નથી.

આ સમગ્ર મામલામાં સીવીસી તપાસની જરૂરિયાત તે સમયે પડી જ્યારે સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના એક બીજા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. વિવાદ વધતાં 23 ઓક્ટોબરે બંનેને રજા પર મોકલી દેવામાં આવ્યા હતા. CBIએ અસ્થાનાની વિરુદ્ધ 15 ઓક્ટોબરે ફરિયાદ દાખલ કરી હતી. બીજી તરફ, અસ્થાનાએ વર્માની વિરુદ્ધ કેબિનેટ સચિવને 24 ઓગસ્ટે ફરિયાદ કરી હતી.
First published: November 29, 2018, 1:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading