Home /News /national-international /રફાલ ડિલની તપાસને રફેદફે કરવા મોદીએ CBI ડિરેક્ટર વર્માને હટાવ્યા: રાહુલ ગાંધી

રફાલ ડિલની તપાસને રફેદફે કરવા મોદીએ CBI ડિરેક્ટર વર્માને હટાવ્યા: રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

ફ્રાન્સ સાથે થયેલી રફાલ ડિલ મામલાને રફે-દફે કરવા માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનનાં ડિરેક્ટર આલોક વર્માને હટાવી દેવામાં આવ્યા છે.

    કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રફાલ ડિલ મામલે નિશાન તાંક્યુ છે અને આરોપ લગાવ્યો છે કે, ફ્રાન્સ સાથે થયેલી રફાલ ડિલની તપાસને  રફે-દફે કરવા માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનનાં ડિરેક્ટર આલોક વર્માને હટાવી દેવામાં આવ્યા છે.

    સીબીઆઇ દેશની મહત્વની તપાસ એજન્સી છે પણ આ એજન્સીનાં સૌથી સિનીયર અધિકારીઓ-આલોક વર્મા અને સેકન્ડ-ઇન-કમાન્ડ રાકેશ અસ્થાના આમને-સામને આવી ગયા છે અને એક બીજા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યાં છે.

    મોદી-અંબાણીની દોસ્તી મામલે રાહુલ ગાંધીએ ગાયું, “યે દોસ્તી હમ નહીં તોડેંગેં”

    લાંચ લેવાના આરોપ પછી તપાસ એજન્સી સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા અને વિશેષ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને રજા પર મોકલી દેવામાં આવ્યાં છે. સીબીઆઈના એડિશનલ ડાયરેક્ટર નાગેશ્વર રાવ એજન્સીની કમાન સંભાળશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગના એક આદેશ પ્રમાણે સીબીઆઈ ડાયરેક્ટર પદના તમામ કાર્ય અને કાર્યભાર તત્કાળ અસરથી હવેથી રાવ સંભાળશે.

    આ દરમિયાન રાહુલ ગાંધી રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પર છે અને એક સભાના સંબોધતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે, “મોદી સરકારે રફાલ ડિલની તપાસને અટકાવવા માટે સીબીઆઇ ડિરેક્ટર આલોક વર્માને હટાવી દેવામાં આવ્યા છે.”

    નોંધનીય છે કે રાકેશ અસ્થાનાએ લાંચના આરોપમાં પોતાની સામે નોંધાયેલી એફઆઇઆરને પડકારી છે. હાઇકોર્ટે આ કેસમાં સ્ટેટ કો જાળવવા આદેશ આપ્યા છે.

    મોદીએ એવા માસણને 30 હજાર કરોડ આપ્યા કે જેની પાસે કોઇ ‘સ્કીલ’ નથી: રાહુલ ગાંધી
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: પીએમ મોદી, રાહુલ ગાંધી, સીબીઆઇ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन