CBI Vs CBI: કોર્ટની સીબીઆઈને ફટકાર - રાકેશ અસ્થાનાનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ કેમ ન કરાવ્યો?

News18 Gujarati
Updated: February 19, 2020, 2:10 PM IST
CBI Vs CBI: કોર્ટની સીબીઆઈને ફટકાર - રાકેશ અસ્થાનાનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ કેમ ન કરાવ્યો?
સીબીઆઈના પૂર્વ સ્પેશલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના (ફાઇલ તસવીર)

કોર્ટે CBIને કહ્યું કે, અમે વિગતે અભ્યાસ કરીશું કે તમે કેવી રીતે રાકેશ અસ્થાના કેસની તપાસ કરી છે

  • Share this:
નવી દિલ્હી : સીબીઆઈ વિરુદ્ધ સીબીઆઈ (CBI vs CBI) કથિત ભ્રષ્ટાચાર મામલામાં બુધવારે રાઉજ એવન્યૂ કોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટે આ દરમિયાન તપાસ એજન્સીને આકરો ફટકાર લગાવી છે. કોર્ટે સીબીઆઈને પૂછ્યું કે તપાસ દરમિયાન સીબીઆઈના પૂર્વ સ્પેશલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના (Rakesh Asthana)ના લાઇ ડિટેક્ટર ટેસ્ટ કેમ ન કરાવ્યા. સ્પેશલ કોર્ટે CBIને મામલાના સંબંધમાં કેસ ડાયરી લાવવા માટે કહ્યું છે. હવે આ મામલાામં 28 ફેબ્રુઆરીએ સુનાવણી થશે.

સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યા આ સવાલ

>> સુનાવણી દરમિયાન સ્પેશલ સીબીઆઈ જજ સંજીવ અગ્રવાલે સીબીઆઈથી વિગતો અંગે પૂછપરછ કરી. કોર્ટે સીબીઆઈને પૂછ્યું કે, રાકેશ અસ્થાના પર તપાસ દરમિયાન કોઈ જૂઠું પડકવા ટેસ્‍ટ કે કોઈ સાઇકોલોજિકલ ટેસ્ટ કેમ ન કરવામાં આવ્યા?

>> કોર્ટે સવાલ કર્યો કે સીબીઆઈએ રાકેશ અસ્થાનાને બીજા આરોપીઓની સાથે સામસામે બેસીડીને પૂછપરછ કેમ ન કરી?
>> કોર્ટે સીબીઆઈને પૂછ્યું કે તપાસ દરમિયાન શું રાકેશ અસ્થાાનાનો મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક સામાન લેવામાં આવ્યો હતો?

સીબીઆઈએ કોર્ટના ત્રણ સવાલોના જવાબમાં કહ્યું કે અમે રાકેશ અસ્થાના સાથે માત્ર પૂછપરછ કરી છે. કોર્ટે કેસ ડાયરી લઈ લીધી છે. કોર્ટે કહ્યું કે અમને વિગતે અભ્યાસ કરીશું કે તમે કેવી રીતે તપાસ કરી છે?
રાકેશ અસ્થાન અને આલોક વર્માની ફાઇલ તસવીર (Photo PTI)


કોર્ટે માંગી કેસ સાથે જોડાયેલા તમામ લોકોના કૉલ ડિટેલ

કોર્ટે સીબીઆઈને આ કેસ સાથે જોડાયેલા તમામ મહત્વપૂર્ણ લોકોની કૉલ ડિટેલ માંગી છે. હવે સીબીઆઈને આ કેસ સાથે જોડાયેલા તમામ લોકોના 15 ઑક્ટોબર 2018થી 23 ઑક્ટોબર 2018 સુધીની કૉલ ડિટેલ આપવી પડશે. આ પહેલા સીબીઆઈએ કોર્ટને કેસ ડાયરી આપી અને કહ્યું કે તેમાં પૈસાની લેવડ-દેવડનો રેકોર્ડ છે.

વચેટિયા સોમેશ પ્રસાદને લઈને પૂછ્યા આ સવાલ

કોર્ટે સીબીઆઈને સવાલ કર્યો કે આ PMLAનો મામલો શું છે. તમે કેમ તેનાથી PMLA કેસની જેમ જોઈ રહ્યા છો? શું વચેટિયા સોમેશ પ્રસાદના બે મોબાઇલ ફોન તમે લીધા? શું સોમેશ પ્રસાદે પોતાનું ઈ-મેલ તમારી સામે ખોલ્યું? તેની પર સીબીઆઈએ કોર્ટને કહ્યું ના, ઈ-મેલ તેણે નહોતું ખોલ્યું. બંને ફોન પણ નથી આપ્યા. અમે નોટિસ મોકલી છે. તેની પર કોર્ટે કહ્યું કે સોમેશ પ્રસાદ પાસેથી ઘણી વિગતો બહાર આવી શકતી હતી. હવે તો બધું ખતમ થઈ ગયું.

આ પહેલા થયેલી સુનાવણી પર કોર્ટે સીબીઆઈના પૂર્વ સ્પેશલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનની સામેલગીરી વાળા ભ્રષ્ટાચાર મામલામાં સીબીઆઈની તપાસ પર નારાજગી વ્યક્ત કરી હીત. ઉલ્લેખનીય છે કે અસ્થાના અને ડીએસપી દેવેન્દ્ર કુમારની 2018માં ધરપકડ કરવામાં આવી હીત. જોકે, બાદમાં તેમને જામીન આપવામાં આવ્યા હતા. મૂળે બંને મામલામાં આરોપી બનાવવા માટે પૂરતા પુરાવા નહોતા. તેના કારણે તેમના નામ ચાર્જશીટના કૉલમ 12માં લખવામાં આવ્યા હતા.

(શંકર આનંદ અને અમિત કુમાર સિંહનો રિપોર્ટ)

આ પણ વાંચો,

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ભારતે સારો વ્યવહાર નથી કર્યો, હાલ નહીં થાય કોઈ મોટી ટ્રેડ ડીલ
રાકેશ મારિયા ખોટું બોલે છે, D કંપનીને કસાબની સોપારી નહોતી મળી : છોટા શકીલ
First published: February 19, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading