ઇતિહાસમાં પ્રથમ વખત હાઇકોર્ટના સિટિંગ જજ સામે નોંધાશે કેસ, સુપ્રીમે મંજૂરી આપી

News18 Gujarati
Updated: July 31, 2019, 2:04 PM IST
ઇતિહાસમાં પ્રથમ વખત હાઇકોર્ટના સિટિંગ જજ સામે નોંધાશે કેસ, સુપ્રીમે મંજૂરી આપી
જસ્ટિસ એસ.એન. શુક્લા (તસવીર સૌજન્ય allahabadhighcourt.in)

અલાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ એસ.એન. શુક્લા પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ છે. તેમના પર ઉત્તર પ્રદેશ મેડિકલ કોલેજમાં MBBS માટે પ્રવેશમાં પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો છે.

  • Share this:
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ સીબીઆઈને અલાહાબાદ હાઇકોર્ટના જજ જસ્ટિસ એસ.એન.શુક્લા સામે ભ્રષ્ટાચાર નિરોધક કાયદા (પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ) અંતર્ગત કેસ દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે. દેશના ઇતિહાસમાં આ પ્રથમ બનાવ હશે જ્યારે સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન) હાઇકોર્ટના કોઇ સિટિંગ જજ સામે ફરિયાદ દાખલ કરશે.

અલાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ એસ.એન. શુક્લા પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ છે. તેમના પર ઉત્તર પ્રદેશ મેડિકલ કોલેજમાં MBBS માટે પ્રવેશમાં પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ખાનગી મેડિકલ કોલેજને લાભ કરાવવા માટે જસ્ટિસ શુક્લાએ 2017-18માં પ્રવેશની તારીખ વધારી હતી.

આ જ કારણ છે કે જસ્ટિસ એસ.એન. શુક્લા પર ન્યાયિક નિર્ણય લેવા પર જાન્યુઆરી 2018થી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. જ્યારે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કાર્યસ્થળ પરિવર્તન પ્રસ્તાવ પણ ફગાવી દીધો છે. સીજેઆઈએ પીએમ મોદીને જૂનમાં એક પત્ર લખીને સંસદમાં માહાભિયોગ લાવીને જસ્ટિસ શુક્લાને પદ પરથી હટાવવાની માંગ કરી હતી.

પૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ જસ્ટિસ શુક્લાને રાજીનામું આપી દેવા અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનો આદેશ કર્યો હતો. જોકે, જસ્ટિસ શુક્લાએ તેમનો આદેશ માનવાનો ઇન્કાર કરી દીધો હતો.

2017માં તત્કાલિન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ ફરિયાદ મળ્યા બાદ જસ્ટિસ શુક્લા સામેના આક્ષેપોની તપાસ માટે જજોની એક પેનલ બનાવી હતી.

વર્ષ 2017-18ની પ્રવેશ પ્રક્રિયા માટે GCRG ઇન્સ્ટિ્ટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સને પ્રવેશની મુદ્દત વધારી આપવાના અલાહાબાદ હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો હતો. જસ્ટિસ શુક્લા પર આક્ષેપ છે કે સુપ્રીમના આદેશના એક દિવસ બાદ તેમણે પોતાની બેંચના આદેશની કોપીમાં હાથથી લખીને અમુક સુધારા કર્યા હતા. સરકારે એ સમયે આ મેડિકલ કોલેજ પર પૂરતી વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
First published: July 31, 2019
વધુ વાંચો
अगली ख़बर