Home /News /national-international /

કેન્દ્રએ હાથરસ ગેંગરેપની તપાસ CBIને સોંપી, રાજદ્રોહના કેસની તપાસ પણ થશે

કેન્દ્રએ હાથરસ ગેંગરેપની તપાસ CBIને સોંપી, રાજદ્રોહના કેસની તપાસ પણ થશે

પ્રતિકાત્મક તસવીર

હાથરસ ગેંગરેપ કેસમાં થયેલા વિરોધ પ્રદર્શન અંતર્ગત નોંધાયેલી રાજદ્રોહની એફઆઈઆરની તપાસ પણ CBI કરશે, કેસમાં રોજ નવા ખુલાસા

  નવી દિલ્હી : સીબીઆઈ (CBI) હવે ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) હાથરસ ગેંગરેપ (Hathras GangRape Case) કેસ મામલાની તપાસ કરશે. યુપી પોલીસે નોંધાયેલા કેસોમાં સીબીઆઈના ગાઝિયાબાદ યુનિટ ફરી કેસ નોંધશે. આ ઉપરાંત હાથરસમાં ઉગ્ર ધરણા પ્રદર્શન બાદ યુપી પોલીસે નોંધેલા રાજદ્રોહ (Sedition) અને રાજ્ય સરકાર વિરુદ્ધ કાવતરા જેવા તમામ કેસોની પણ સીબીઆઈ તપાસ કરશે. કેન્દ્ર સરકારના ડીઓપીટી વિભાગની સૂચના બાદ સીબીઆઈએ હાથરસ કેસ સંભાળી લીધો છે. ટૂંક સમયમાં સીબીઆઈ હાથરસ કેસમાં તપાસ શરૂ કરશે. અગાઉ યોગી સરકારે સુપ્રિમ કોર્ટને હાથરસ ઘટનાની તપાસ માટે વિનંતી કરી હતી કે સીબીઆઈની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ હોવી જોઈએ. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કેસ નોંધાયાની સાથે જ સીબીઆઈની ટીમ સાથે ફોરેન્સિક તપાસ ટીમ તાત્કાલિક હાથરસ મોકલવામાં આવશે.

  હમણાં સુધી એસઆઈટી (SIT) હાથરસ ઘટનાની તપાસ કરી રહી હતી. તાજેતરમાં, યુપી સરકારે આ તપાસ પૂર્ણ કરવા માટે વધુ 10 દિવસનો સમય આપ્યો, જેથી સત્યતા બહાર આવી શકે. માનવામાં આવી રહ્યું છે કે સરકારે આ કેસમાં સતત વધી રહેલા સ્ક્રૂને કારણે આ નિર્ણય લીધો હતો, પરંતુ હવે આ મામલો સીબીઆઈ સુધી પહોંચી ગયો છે.

  આ પણ વાંચો :  ચીન સાથે તણાવ વચ્ચે ભારત મજબૂત કરી રહ્યું છે ડિફેન્સ, 35 દિવસોમાં 10 મિસાઇલોનું પરિક્ષણ

  નોંધપાત્ર વાત એ છે કે, ઉત્તર પ્રદેશના હાથરસમાં બળાત્કાર પીડિતાના કથિત અંતિમ સંસ્કારનો બીજો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસ અને પ્રશાસનના લોકોએ શબને કેવી રીતે બાળ્યું હતું તે આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. પીડિતના મૃત શરીરને ઝડપથી બાળી નાખવા માટે પણ જ્વલનશીલ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેન દ્વારા ચિતા પર લિક્વિડ છાંટવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં હાલના એસએચઓ લક્ષ્મણ સિંહ પણ ડેડબોડી સળગાવતા નજરે પડે છે. વીડિયોમાં કોતવાલી ચાંદપાના ઘણા વધુ પોલીસકર્મીઓ કેદ થયા છે.

  હાથરસ કાંડમાં સામે આવી 'સંદિગ્ધ' મહિલા કહ્યું- મને નક્સલ કેવી રીતે કહી

  ત્તર પ્રદેશના હાથરસમાં થયેલ કથિત ગેંગરેપ (Hathras Case) મામલે નક્સલ કનેક્શન (Naxal Connection) સામે આવ્યા પછી વિવાદનો જુવાળ ઉમટ્યો હતો. જ્યાં એસઆઇટીની ટીમ મધ્ય પ્રદેશના જબલપુરની રહેવાસી મહિલાની શોધમાં લાગી છે. આ વચ્ચે જ નક્સલી હોવાના આરોપ લાગ્યા પછી પ્રોફેસર ડૉક્ટર રાજકુમારી બંસલે મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મારો કોઇ સંબંધ નથી, હું ત્યાં ખાલી આત્મીયતા કારણે હાથરસ ગેંગરેપ પીડિતાના ઘરે ગઇ હતી.

  આ પણ વાંચો :   મહિલા સુરક્ષા પર ગૃહ મંત્રાલયે રાજ્યો માટે બહાર પાડી માર્ગદર્શિકા- FIR અનિવાર્ય, તપાસ બે મહિનામાં પૂર્ણ થાય

  રાજકુમારી બંસલે જણાવ્યું કે તેમને સારું લાગ્યું કે અમારા સમાજની એક દીકરી આટલા દૂરથી આવી છે તો તેમણે મને એક-બે દિવસ રોકાવાનું કહ્યું. જેથી હું ત્યાં રોકાઇ હતી. તેણે કહ્યું કે હું પીડિત પરિવારને આર્થિક મદદ કરવા માંગતી હતી. અને આ કારણે હું મારા પતિને કહીને અહીં આવી હતી. સાથે જ તેણે એસઆઇટીની તપાસ પર સવાલ ઊભો કરતા કહ્યું કે પહેલા પુરાવા લાવો, બોલવું બહુ સરળ છે, આરોપ લગાવવા પણ સરળ છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Hathras rape case, National news, ઉત્તરપ્રદેશ, રાજકારણ

  આગામી સમાચાર