INX મીડિયા કેસ : CBI હેડક્વાર્ટરમાં વીતી પી. ચિદમ્બરમની રાત, આજે ખાસ કોર્ટમાં રજૂ કરાશે

INX મીડિયા કેસ : CBI હેડક્વાર્ટરમાં વીતી પી. ચિદમ્બરમની રાત, આજે ખાસ કોર્ટમાં રજૂ કરાશે
પી. ચીદમ્બરમ

સૂત્રોના કહેવા પ્રમાણે સીબીઆઈ વિશેષ અદાલત સામે પી. ચિદમ્બરમના સાત દિવસના રિમાન્ડની માંગણી કરી શકે છે.

  • Share this:
    સીબીઆઈએ (Central Bureau of Investigation) બુધવારે મોડી રાત્રે પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમની INX Media Case મામલે ધરપકડ કરી છે. તેઓ આખી રાત સીબીઆઈના હેડક્વાર્ટર ખાતે જ રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચિદમ્બરમને સીબીઆઈ હેડક્વાર્ટરના ગેસ્ટ હાઉસના સ્યૂટ નંબર પાંચમાં રાખવામાં આવ્યા હતા. ધરપકડ બાદ તેમનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

    આજે કોર્ટમાં રજૂ કરાશે



    ચિદમ્બરમને આજે સીબીઆઈની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાંજે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે તેમને કોર્ટમાં લઈ જવામાં આવશે. સીબીઆઈ કોર્ટ પાસેથી સાત દિવસના રિમાન્ડની માંગણી કરી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પૂછપરછ પછી સીબીઆઈ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી શકે છે.

    ધરપકડનો ડ્રામા

    સીબીઆઈની આશરે 30 અધિકારીઓની ટીમ બુધવારે મોડી રાત્રે દિલ્હી પોલીસના અધિકારીઓ સાથે જોરબાગ સ્થિત ચિદમ્બરમના ઘરે પહોંચી હતી. મુખ્ય દરવાજો ખોલવામાં ન આવતા સીબીઆઈના અધિકારીઓ દીવાલ કૂદીને ઘરમાં પ્રવેશ્યા હતા. બાદમાં ઈડીની ટીમ પણ આવી પહોંચી હતી. આશરે એક કલાકની મહેનત બાદ ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી હતી.

    આ પણ વાંચો : CBI ઓફિસમાં જ પી. ચિદમ્બરમનો મેડિકલ ટેસ્ટ થયો, હોસ્પિટલ જવાનો ઇન્કાર

    27 કલાક નાટક ચાલ્યું

    સીબીઆઈ અને ઇડીની ટીમે આશરે 27 કલાકથી પી. ચિદમ્બરમની શોધખોળ કરી રહી હતી. ચિદમ્બરમ તેમના ઘરે હાજર ન હતા. ચિદમ્બરમની તપાસ માટે સીબીઆઈની ટીમ મંગળવારે સાંજે ત્રણ વાગ્યે તેમના ઘરે ગઈ હતી. પરંતુ ટીમ ખાલી હાથે પરત ફરી હતી. સીબીઆઈની ટીમે મંગળવારે રાત્રે તેમના ઘર બહાર નોટિસ ચોંટાડી હતી અને બે કલાકમાં હાજર થાવ. જે બાદમાં સીબીઆઈ અને ઈડીએ ચિદમ્બરમ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ બહાર પાડી હતી.

    મીડિયા સામે આવ્યા ચિદમ્બરમ

    24 કલાક સુધી ગાયબ રહ્યા બાદ ચિદમ્બરમ બુધવારે મોડી રાત્રે અચાનક કોંગ્રેસ મુખ્યાલય પહોંચ્યા હતા. તેમણે મીડિયાને જણાવ્યું કે તેમના વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપ ખોટા છે. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસ નેતા અહેમદ પટેલ, કપિલ સિબ્બલ, સલમાન ખુરશીદ અને અભિષેક મનુ સિંધવી હતા.

    સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો

    આ પહેલા મંગળવારે ધરપકડથી બચવા માટે આખો દિવસ ચિદમ્બરના વકીલ સુપ્રીમ કોર્ટના આંટાફેરા કરતા રહ્યાં હતાં. પરંતુ કોર્ટે તેમના કેસની તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ એવો મામલો નથી જેની તાત્કાલિક સુનાવણી કરવી પડે. સુપ્રીમ કહ્યું કે પહેલા આ કેસને લિસ્ટ કરવામાં આવે.
    Published by:News18 Gujarati
    First published:August 22, 2019, 09:21 am

    ટૉપ ન્યૂઝ