બાબરી વિધ્વંસ મામલામાં આજે ચુકાદો, હાઇ પ્રોફાઇલ કેસમાં અડવાણી-જોશી સહિત 49 આરોપી

બાબરી કેસમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સહિત અનેક દિગ્ગજ નેતા આરોપી (File Photo)

બાબરી કેસમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સહિત અનેક દિગ્ગજ નેતા આરોપી

 • Share this:
  લખનઉઃ બાબરી વિધ્વંસ મામલા (Babri Demolition Case)માં 30 સપ્ટેમ્બરે એટલે કે આજે સીબીઆઈ (CBI)ના વિશેષ ન્યાયાધિશ અયોધ્યા પ્રકરણ લખનઉ પોતાનો ચુકાદો સંભળાવશે. સેશન ટ્રાયલ નંબર 344/1994, 423/2017 અને 796/2019 સરકાર વિરુદ્ધ પવન કુમાર પાંડે તથા અન્ય ઉપરોક્ત મામલામાં તમામ પક્ષોની સુનાવજ્ઞી 16 સપ્ટેમ્બરે પૂરી થઇ ગઈ હતી. ત્યારબાદ સુરેનદ્ર કુમાર યાદવ, પીઠાસીન અધિકારી, વિશેષ ન્યાયાલય અયોધ્યા પ્રકરણ લખનઉએ 30 સપ્ટેમ્બર 2020ના રોજ ચુકાદાની તારીખ નિર્ધારિત કરી હતી. બાબરી વિધ્વંસ મામલામાં 49 કુલ આરોપી હતા, જેમાં 32 હાલ જીવિત છે અને 17ના અવસાન થઈ ગયા છે.

  બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં આ છે 32 આરોપી

  લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, વિનય કટિયાર, સાધ્વી રીતંભરા, મહંત નૃત્ય ગોપાલદાસ, ડો.રામવિલાસ વેદાંતી, ચંપક રાય, મહંત ધર્મદાસ, સતિષ પ્રધાન, પવનકુમાર પાંડે, લલ્લુ સિંહ, પ્રકાશ શર્મા, વિજય બહાદુરસિંહ, સંતોષ દુબે, ગાંધી યાદવ, રામજી ગુપ્તા, બ્રજ ભૂષણ શરણ સિંહ, કમલેશ ત્રિપાઠી, રામચંદ્ર ખત્રી, જય ભગવાન ગોયલ, ઓમ પ્રકાશ પાંડે, અમર નાથ ગોયલ, જયભાનસિંહ પવૈયા, મહારાજ સ્વામી સાક્ષી, વિનયકુમાર રાય, નવીન ભાઈ શુક્લા , આર.એન. શ્રીવાસ્તવ, આચાર્ય ધર્મેન્દ્ર દેવ, સુધીરકુમાર કક્કડ અને ધર્મેન્દ્રસિંહ ગુર્જર.

  આ પણ વાંચો, માસ્ક પહેરીને 11 વર્ષના બાળકે બેન્કમાંથી માત્ર 36 સેકન્ડમાં ઉડાવી લીધા 20 લાખ રૂપિયા

  આ 17 આરોપીઓના થઈ ચૂક્યા છે નિધન

  49 આરોપીઓ પૈકી અશોક સિંઘલ, ગિરિરાજ કિશોર, વિષ્ણુ હરિ દાલમિયા, મોરેશ્વર સાવેં, મહંત અવૈદ્યનાથ, મહામંડલેશ્વર જગદીશ મુનિ મહારાજ, બૈંકુઠ લાલ શર્મા, પરમહંસ રામચંદ્રદાસ, ડો.સતીશ નાગર, બાળાસાહેબ ઠાકરે, તત્કાલીન એસએસપી ડીબી રાય, રમેશ પ્રતાપસિંહ, મહાત્યાગી હરગોવિંદસિંહ, ડો. લક્ષ્મી નારાયણદાસ, રામ નારાયણદાસ અને વિનોદકુમાર બંસલના નિધન થઈ ચૂક્યા છે.

  આ પણ વાંચો, સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી- શાકભાજી બાદ હવે દાળ થઈ મોંઘી, જાણો કારણ

  સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ ઝડપથી થઈ થઈ હતી સુનાવણી

  ઉલ્લેખનીય છે કે, 19 એપ્રિલ 2017ના રોજ સુપ્રીમ કોર્ટે તમામ કેસ સ્પેશલ કોર્ટ, લખનઉ અયોધ્યા પ્રકરણને સોંપવાના નિર્દેશ આપ્યા અને કહ્યું કે બે વર્ષની અંદર ટ્રાયલ સમાપ્ત કરવામાં આવે. 21 મે 2017ના રોજ સ્પેશલ સીબીઆઈ કોર્ટ અયોધ્યા પ્રકરણમાં રોજરોજ સુપ્રીમ કોર્ટના આદેશના અનુક્રમમાં સુનાવણીની શરૂઆત થઈ. 8 મે 2020ના રોજ સુપ્રીમ કોર્ટે નિર્દશિત કર્યા કે આ ટ્રાયલ 3 મહિનામાં સમાપ્ત થઈ જાય અને 31 ઓગસ્ટ 2020ની તારીખ નક્કી કરી. પરંતુ ટ્રાયલ સમાપ્ત ન થતાં લૉકડાઉનની સ્થિતિને જોતાં સુપ્રીમ કોર્ટે 30 સપ્ટેમ્બર અંતિમ તારીખ ટ્રાયલ સમાપ્ત કરવાની નિશ્ચિત કરી. 1 સપ્ટેમ્બરે બંને પક્ષોની સુનાવણી પૂરી થઈ અને 16 સપ્ટેમ્બરે સ્પેશલ જજે 30 સપ્ટેમ્બરે ચુકાદાની તારીખ નક્કી કરી.
  Published by:Mrunal Bhojak
  First published: