Home /News /national-international /CBI Raid: ચીની નાગરિકો પાસે પૈસા લઇને વિઝા ઇશ્યૂ કરવાનો આરોપ, કાર્તિ ચિદમ્બરમના 9 ઠેકાણાઓ પર CBIના દરોડા

CBI Raid: ચીની નાગરિકો પાસે પૈસા લઇને વિઝા ઇશ્યૂ કરવાનો આરોપ, કાર્તિ ચિદમ્બરમના 9 ઠેકાણાઓ પર CBIના દરોડા

CBIની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા કાર્તિ ચિદમ્બરમે ટ્વિટ કર્યું છે કે, 'હું ગણતરી ભૂલી ગયો છું, આવું કેટલી વાર થયું છે. આ એક રેકોર્ડ હોવો જોઈએ

Karti Chidambaram - સીબીઆઈએ કાર્તિ ચિદમ્બરમના ચેન્નાઈ, મુંબઈ, તમિલનાડુ, પંજાબ, દિલ્હી, ઓડિશામાં સ્થિત લગભગ 9 સ્થળો પર દરોડા પાડ્યા

નવી દિલ્હી : ગેરકાયદેસર લેવડદેવડના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને (CBI Raid) આજે એટલે કે 17 મેના રોજ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમના (P. Chidambaram) પુત્ર કાર્તિ ચિદમ્બરમના (Karti Chidambaram) ઘણા સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા હતા. કાર્તિ ચિદમ્બરમ પર લાંચ લઈને તલવંડી સાબો પાવર લિમિટેડ પ્રોજેક્ટ માટે કથિત રીતે કામ કરતા ચીની એન્જિનિયરોને વિઝા આપવાનો આરોપ છે. આ મામલામાં સીબીઆઈએ (CBI)નવો કેસ નોંધ્યો છે. આ સંબંધમાં સીબીઆઈએ કાર્તિ ચિદમ્બરમના ચેન્નાઈ, મુંબઈ, તમિલનાડુ, પંજાબ, દિલ્હી, ઓડિશામાં સ્થિત લગભગ 9 સ્થળો પર દરોડા પાડ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સીબીઆઈએ પી.ચિદમ્બરમના જોરબાગ અને ચેન્નાઈ સ્થિત આવાસ પર પણ દરોડા પાડ્યા છે. CBIની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા કાર્તિ ચિદમ્બરમે ટ્વિટ કર્યું છે કે, 'હું ગણતરી ભૂલી ગયો છું, આવું કેટલી વાર થયું છે. આ એક રેકોર્ડ હોવો જોઈએ. સૂત્રોનું માનીએ તો, કેન્દ્રીય તપાસ એજન્સીએ 2010-14ની વચ્ચે ખોટી રીતે વિદેશી ભંડોળ મેળવવાના આરોપમાં કાર્તિ ચિદમ્બરમ સામે નવો કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો - મથુરાની શાહી ઇદગાહને સીલ કરવાની અરજી કોર્ટે સ્વીકારી, 1 જુલાઇએ થશે સુનાવણી

કાર્તિ ચિદમ્બરમ એરસેલ-મેક્સિસ ડીલ અને INX મીડિયાને રૂ. 305 કરોડનું વિદેશી ભંડોળ મેળવવા માટે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડની મંજૂરી સંબંધિત અનેક ગુનાહિત કેસોમાં તપાસનો સામનો કરી રહ્યા છે. આ વિદેશી ફંડ તેમના પિતા પી. ચિદમ્બરમ જ્યારે નાણામંત્રી હતા ત્યારે તેમને મળ્યું હતું. સીબીઆઈએ 15 મે, 2017ના રોજ INX મીડિયા વિરુદ્ધ FIR નોંધી હતી.

INX મીડિયા ગ્રુપ પર આરોપ છે કે તેણે 2007માં વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડ (FIPB)ની મંજૂરીમાં વિવિધ અનિયમિતતાઓ કરીને રૂ. 305 કરોડનું વિદેશી ભંડોળ મેળવ્યું હતું. જ્યારે કંપનીને વિદેશી રોકાણ મેળવવાની મંજૂરી આપવામાં આવી, ત્યારે પી. ચિદમ્બરમ દેશના નાણામંત્રી હતા. INX મીડિયા ઈન્દ્રાણી મુખર્જી અને પીટર મુખર્જીની કંપની હતી. કાર્તિ પર એવો પણ આરોપ છે કે તેણે તેના પિતાના સ્ટેટસનો ઉપયોગ કરીને ઈન્દ્રાણીની કંપની સામે ટેક્સ કેસની પતાવટ કરી હતી. પી.ચિદમ્બરમ પણ આ કેસમાં આરોપી છે.

106 દિવસ જેલમાં બંધ રહ્યા હતા પી. ચિદમ્બરમ

માર્ચ 2018માં ઈન્દ્રાણી મુખર્જીએ CBIને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે FIPB તરફથી INX મીડિયા ક્લિયરન્સ મેળવવા માટે તેમની અને કાર્તિ ચિદમ્બરમ વચ્ચે US$1 મિલિયનની ડીલ કરવામાં આવી હતી. આ પછી જુલાઈ 2019માં દિલ્હી હાઈકોર્ટ શીના વોરા હત્યા કેસની મુખ્ય આરોપી ઈન્દ્રાણીને INX કેસમાં મુખ્ય સાક્ષી બનાવવા માટે સંમત થઈ હતી. આ કેસમાં પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમની સીબીઆઈ દ્વારા 21 ઓગસ્ટ, 2019ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ 16 ઓક્ટોબરે EDએ આ જ કેસમાં ધરપકડ કરી હતી. તિહાર જેલમાં 106 દિવસ વિતાવ્યા બાદ 4 ડિસેમ્બર, 2019ના રોજ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. હવે ED કેસમાં પણ સુપ્રીમ કોર્ટે પી. ચિદમ્બરમને જામીન આપ્યા છે.
First published:

Tags: CBI Case, Cbi raid, Karti Chidambaram

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો