ગુરુગ્રામ : હરિયાણાના ગુરુગ્રામ (Gurugram)જિલ્લાના સેક્ટર 71માં આવેલા એક મોલમાં સીબીઆઈની ટીમે દરોડા (CBI Raids)પાડ્યા છે. ગુરુગ્રામના આ મોલમાં (Gurugram Mall)બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની (Tejashwi Yadav)કંપનીની ઓફિસ છે. સીબીઆઈએ જોબના બદલે જમીન મામલામાં આ કાર્યવાહી કરી છે. બતાવવામાં આવી રહ્યું છે કે મોલમાં આવેલી વ્હાઇટ લેન્ડ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો તેજસ્વી યાદવના પરિવાર સાથે સંબંધ છે. આખા દેશમાં કુલ 25 સ્થળો પર સીબીઆઈની રેઇડ ચાલી રહી છે. ગુરુગ્રામ પણ તે 25 સ્થળોમાંથી એક છે.
CBIની અલગ અલગ ટીમે બિહારમાં RJDના ચાર નેતાઓના ઘરે દરોડા પાડ્યા છે. આ સમગ્ર મામલો જમીનના બદલામાં રેલવેમાં ભરતી સાથે જોડાયેલો છે. RJDના રાજ્યસભા સાંસદ ફૈયાઝ અહમદ, રાજ્યસભાના સાંસદ અશફાક કરીમ, કોષાધ્યક્ષ અને MLC સુનીલ સિંહ, પૂર્વ MLC સુબોધ રોયના ઘરે CBIની ટીમ કાર્યવાહી કરી રહી છે.
સીબીઆઈએ ભરતી કૌભાંડમાં ત્રીજી વખત દરોડા પાડ્યા છે. આરોપ છે કે લાલુ યાદવના રેલવે મંત્રી રહેતા જોબ અપાવવાના બદલે જમીન અને પ્લોટ લેવામાં આવ્યા હતા. સીબીઆઈએ આ મામલાની તપાસ પછી ગત દિવસોમાં લાલુ યાદવ, રાબડી દેવી, મીસા યાદવ, હેમા યાદવ અને કેટલાક અન્યો પર કેસ નોંધ્યો હતો. CBIએ ત્રણ મહિના પહેલાં કેસ દાખલ કર્યો હતો. એ પછી રાબડીદેવીના ઘરે દરોડા પાડવામાં આવ્યા.
આ દરોડામાં તેજસ્વી યાદવના રૂમમાંથી અનેક દસ્તાવેજો મળી આવ્યા હોવાની વાત છે. આ દરોડા પછી જ લાલુ યાદવની સૌથી નજીકના મનાતા ભોલા યાદવને ઝડપી લેવામાં આવ્યો હતો. ભોલા યાદવની પૂછપરછ પછી જ સીબીઆઈની આ કાર્યવાહી શરૂ કરાઈ છે.
સીબીઆઈના દરોડા પર બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ કહ્યું કે સીબીઆઈની રેઇડથી ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અમે લોકો સીબીઆઈના દરોડાથી ડરવાના નથી. જનતા અમારો પરિવાર છે અને પરિવાર બધું જોઈ રહ્યો છે. આ પહેલી વખત દરોડા પડ્યા નથી. નવી સરકાર બન્યા પછી બીજેપી ડરી ગઇ છે. બન્ને સદનોમાં અમે બહુમત મેળવીશું. બન્ને સ્થાને અમારી બહુમતી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર