હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના ઘર સહિત 30 ઠેકાણે CBIના દરોડા

હરિયાણાના પૂર્વ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર સિંહ હુ્ડાની ફાઇલ તસવીર

સીબીઆઈના દરોડા દરમિયાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડા ઘરમાં જ હાજર છે. જોકે, ક્યાં કેસમાં દરોડા પાડવામાં આવ્યા છે, તેની સ્પષ્ટતા થઈ નથી.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: હરિયાણાના પૂર્વ મુખ્ય મંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના ઘર સહિત 30 સ્થળો પર સીબીઆઈએ દરોડા પાડ્યા છે. હરિયાણાના રોહતકના ડી-પાર્ક સ્થિત ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના નિવાસ પર સીબીઆઈના દરોડા શરૂ છે. ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને સાંસદ દીપેન્દ્ર હુડ્ડા ઘરમાં જ ઉપસ્થિત છે. હુડ્ડા આજે જીંદમાં સભા સંબોધવાના હતા તેથી રોહતકમાં રોકાયા હતા. સીબીઆઈની ટીમે 30થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. સીબીઆઈના વરિષ્ઠ અધિકારીએ આ સમાચારને સમર્થન આપ્યું છે.

  દિલ્હી-એનસીઆરમાં આ દરોડા શરૂ છે. આ કેસ જમીન સાથે જોડાયેલા ગોટાળો હોવાની જાણકારી મળી રહી છે. સીબીઆઈના સુત્રોના જણાવ્યા મુજબ, વર્ષ 2004-2008ની વચ્ચે જમીન ગોટાળામાં જોડાયેલા અંગે પ્રાથમિક ફરિયાદ નોંધી હતી. આ ફરિયાદના આધારે FIR નોંધાઈ છે. હરિયાણાના માનેસર સ્થિત રૂપિયા 912 એકર જમીન ફાળવણી સાથે આ ગોટાળો જોડાયેલો છે.

  હુડ્ડાને તાજેતરમાંજ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રાહત આપી હતી. હુડ્ડાની વિરુદ્ધ ઢીંગરા કમિશને અહેવાલ સોંપ્યો હતો, જેમાં હુડ્ડા પર તેમના શાસનમાં જમીનના ઉપયોગના ગેરકાયદેસર લાયસન્સ આપવાનો આક્ષેપ હતો. હાઈકોર્ટે કમિશનના અહેવાલને ફગાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે હુડ્ડાએ ગુરૂગ્રામમાં જમીનને લગતા જે લાયસન્સ કથીત રીતે ઇશ્યુ કર્યા હતા તેના લાભાર્થીઓમાં કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રોબર્ટ વાડ્રાનો પણ સમાવેશ હતો.
  Published by:Jay Mishra
  First published: