નવી દિલ્હી : CBIએ દિલ્હી પોલીસના (Delhi police)એક સબ ઇન્સપેક્ટરના ઘરે રેડ કરી હતી. રેડ દરમિયાન આરોપી સબ ઇન્સપેક્ટરના (Sub-inspector) ઘરેથી 1.7 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. CBIના એક અધિકારીના મતે આરોપી સબ ઇન્સપેક્ટરનું નામ ભોજરાજ સિંહ (Bhojraj singh)છે. જે સાઉથ દિલ્હીના મેદાન ગઢી સ્ટેશનમાં તૈનાત છે. ઇન્સપેક્ટરની ધરપકડ કરવામાં આવી છે.
સીબીઆઈની ટીમે સબ ઇન્સપેક્ટર ભોજરાજ સિંહની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી છે. તે પછી તેના ઘરે રેડ કરવામાં આવી હતી. ત્યારે સીબીઆઈ અધિકારીઓના હોશ ઉડી ગયા હતા. સબ ઇન્સપેક્ટરની કાર અને તેના ઘર પરથી 1 કરોડ 7 લાખ રૂપિયા મળી આવ્યા છે. સીબીઆઈના અધિકારીના મતે આરોપી સબ ઇન્સપેક્ટર ભોજરાજ સિંહની કારમાંથી 5 લાખ 47 હજાર મળી આવ્યા હતા. જ્યારે બાકી રૂપિયા તેના ઘરેથી મળી આવ્યા હતા.
દિલ્હી સ્થિત એક મોલમાં આરોપી સબ ઇન્સપેક્ટર ભોજરાજ સિંહને ફરિયાદકર્તા પાસેથી 50,000 રૂપિયા લાંચની રકમ લેતા રંગે હાથે સીબીઆઈની ટીમે ધરપકડ કરી હતી. આ કેસ મેદાનગઢી સ્ટેશનમાં એક FIRના આરોપીને તેના કેસમાં મદદ કરવા અને તેના જામીનના સમયે પોલીસ દ્વારા કોર્ટમાં જામીનનો વિરોધ નહીં કરવા લાંચ (bribe amount) માંગી હતી.
ઇન્સપેક્ટરને સસ્પેન્ડ કે ડિસમિસ કરવામાં આવી શકે છે- સૂત્ર
દિલ્હી પોલીસ મુખ્યાલયના (Delhi Police Headquarter)સૂત્રોના મતે જલ્દી આરોપી સબ ઇન્સપેક્ટર ભોજરાજ સિંહ સામે એક મોટી કાર્યવાહી કરતા તેને સસ્પેન્ડ કે ડિસમિસ કરવામાં આવી શકે છે. હાલ સીબીઆઈની ટીમ આરોપી સબ ઇન્સપેક્ટરના સ્થળોએથી મળી આવેલા દસ્તાવેજો, ઘરેથી મળે આવેલ કરોડો રૂપિયાની લેણદેણ, પ્રોપર્ટી સંબંધિત જાણકારી સહિત તમામ કનેક્શન શોધવામાં લાગી ગઈ છે.
દિલ્હી પોલીસ કમિશ્નરનો ભ્રષ્ટાચારીઓ સામે ઝીરો ટોલરેન્સ
ભ્રષ્ટ્રાચાર (Corruption)મામલા પર દિલ્હી પોલીસના વર્તમાન પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાના (Rakesh Asthana)પહેલા જ પોતાના બધા અધિકારીઓ અને જવાનોને ઘણી બેઠક દરમિયાન એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે કોઇ ભ્રષ્ટ્રાચારના મામલાને અંજામ આપે છે કે સહયોગ કરશે તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. ભ્રષ્ટ્રાચારીઓ સામે દિલ્હી પોલીસની ઝીરો ટોલરેન્સની નીતિ યથાવત્ રહેશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર