જોધપુર : રાજસ્થાનના (Rajasthan)મુખ્યમંત્રી અશોક ગેહલોતના (Ashok Gehlot)ભાઇ અગ્રસેન ગેહલોતના (Agrasen Gehlot)સ્થળો પર સીબીઆઈએ રેઇડ (CBI Raids)પાડી છે. અગ્રસેનના જોધપુર સ્થિત નિવાસ પર સીબીઆઈની રેઇડ ચાલી રહી છે. મંડારમાં રહેલા તેમના મકાનમાં શુક્રવારે સવારથી સીબીઆઈના અધિકારી તપાસ કરી રહ્યા છે. આ પહેલા ઇડીએ પણ રેઇડ કરી હતી. આ રેઇડ એવા સમયે ચાલી રહી છે જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજસ્થાનમાં રાજ્યસભાની 3 સીટો પર જીત મેળવી ઉત્સાહિત છે અને હાલ દિલ્હીમાં રાહુલ ગાંધીની ઇડીને પૂછપરછ દરમિયાન વિરોધ પ્રદર્શનમાં સક્રિય રહ્યા છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી લખ્યું કે શુક્રવારે સીબીઆઈએ અગ્રસેન ગેહલોતના નિવાસ સ્થાન પર દરોડા પાડ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સીબીઆઈના આ દરોડા રાહુલ ગાંધી માટે દિલ્હીમાં કરવામાં આવી રહેલા પ્રદર્શન સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે. શુક્રવારે સવારે અગ્રસેન ગેહલોતના ઘરે સીબીઆઈની ટીમ પહોંચી હતી. આ ટીમમાં 5 અધિકારી દિલ્હીથી અને 5 અધિકારી જોધપુરથી છે.
CBI raids underway at the residence of Rajasthan CM Ashok Gehlot's brother, Agrasen Gehlot in Jodhpur. pic.twitter.com/xwtkoK6bjn
સીબીઆઈની એક ટીમ તેમના પાવટા સ્થિત દુકાન પર પહોંચી હતી. જોકે સીબીઆઈની આ રેઇડ ખાતર કૌભાંડ મામલામાં કરવામાં આવી રહી છે કે કોઇ અન્ય મામલે તે વિશે હજુ સુધી કશું સ્પષ્ટ થયું નથી.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સીએમ અશોક ગેહલોતના ભાઇ અગ્રસેન ગેહલોત પર કોંગ્રેસ સરકાર દ્વારા 2007થી 2009 વચ્ચે સબસિડી વાળા ખાતરને નિર્યાત કરવાનો આરોપ છે. ખેડૂતોને સબસિડી પર મળનાર મ્યૂરિએટ ઓફ પોટાશને વિદેશમાં નિર્યાત કરવા પર કસ્ટમ ડિપાર્ટમેન્ટે અગ્રસેન ગેહલોત પર 60 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો.