સુપ્રીમ કોર્ટના વકીલ ઇન્દિરા જયસિંહ અને આનંદ ગ્રોવરના ઘરે સીબીઆઈના દરોડાં

ઇન્દિરા જયસિંહ

ઇન્દિરા જયસિંહે એ મહિલાનો પક્ષ લીધો હતો જેણે મુખ્ય ન્યાયાધીશ રંજીત ગોગોઈ સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઈ)ને વિદેશી ફન્ડિંગના કથિત ઉલ્લંઘનને લઈને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહ અને આનંદ ગ્રોવરના ઘર તેમજ ઓફિસ પર દરોડાં કર્યા છે. સૂત્રોએ આ
  જાણકારી આપી છે.

  સુપ્રીમ કોર્ટે એક અરજી મળ્યા બાદ એફસીઆરએના ઉલ્લંઘનના આરોપના આધારે મે મહિનામાં વકીલો તેમજ તેમની એનજીઓ અને લોયર્સ કલેક્ટિવને નોટિસ પાઠવી હતી.

  નોટિસ અંગે પ્રતિક્રિયા આપતા બંનેએ આરોપ લગાવ્યો હતો કે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, કારણ કે ઇન્દિરા જયસિંહે એ મહિલાનો પક્ષ લીધો હતો જેણે મુખ્ય ન્યાયાધીશ રંજીત ગોગોઈ સામે યૌન
  શોષણનો આરોપ લગાવ્યો હતો.

  વિદેશથી ફંડ મેળવવું અને તેના ઉપયોગના ઉલ્લંઘન કરવા માટે કાયદાની વિવિધ કલમો હેઠળ તપાસ કરવાની તેમજ એફઆઈઆર કરવાની માંગ કરતી અરજી બાદ બંનેને નોટિસ પાઠવવામાં આવી હતી.

  લોયર્સ કલેક્ટિવના સંસ્થાપક જયસિંહ અને ગ્રોવરને સીજેઆઈની અધ્યક્ષતા વાળી બેંચે એનજીઓ લોયર્સ વોયસની અરજી પર જવાબ આપવાનું કહેવામાં આવ્યું હતું.
  Published by:Vinod Zankhaliya
  First published: