બેંક ફ્રૉડ કેસમાં CBIના અમદાવાદ, સુરત સહિત દેશભરના 169 ઠેકાણા પર દરોડાં

બેંક ફ્રૉડ કેસમાં CBIના અમદાવાદ, સુરત સહિત દેશભરના 169 ઠેકાણા પર દરોડાં
ફાઇલ તસવીર

CBIની ટીમે આંધ્રપ્રદેશ, ચંદીગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, તાલિમનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દાદરા નગર હવેલીમાં 169 ઠેકાણા પર દરોડાં પાડ્યા છે.

 • Share this:
  મુંબઈ : બેંક ફ્રૉડ કેસમાં સીબીઆઈ (Central Bureau of Investigation)એ દેશભરમાં 169 જગ્યા પર દરોડાંની કાર્યવાહી કરી છે. CBIની ટીમે આંધ્રપ્રદેશ, ચંદીગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, તાલિમનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દાદરા નગર હવેલીમાં 169 ઠેકાણા પર દરોડાં પાડી રહી છે. આ દરમિયાન સીબીઆઈ ફ્રૉડ સાથે જોડાયેલા પુરાવા એકત્રિત કરી રહી છે. સીબીઆઈએ સાત હજાર કરોડના કૌભાંડ મામલે 35 કેસ દાખલ કર્યા છે. મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે સીબીઆઈ અધિકારીઓએ આ કેસમાં સામેલ બેંકો કે આરોપીઓના નામનો ખુલાસો કર્યો નથી. જોકે, આવું પ્રથમ વખત નથી, જ્યારે સીબીઆઈએ આટલા મોટા પ્રમાણમાં દરોડાંની કાર્યવાહી શરૂ કરી હોય. આ પહેલા બેંક કૌભાંડમાં અનેક વખત આવી કાર્યવાહી કરવામાં આવી ચુકી છે.

  સીબીઆઈએ આંધ્રા બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કૉમર્સ, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, એસબીઆઈ, અલાહાબાદ બેંક, કેનરા બેંક, દેના બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, પીએનબી, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા, આઈડીબીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહરાષ્ટ્ર, બેંક ઓફ ઇન્ડિયા પર મોટી કાર્યવાહી કરી છે.  સીબીઆઈએ દિલ્હી, ગુડગાંવ, ચંદીગઢ, લુધિયાણા, દેહરાદૂન, નોઇડા, બારામતી, મુંબઈ, થાણે, સિલવાસે, કલ્યાણ, અમૃતસર, ફરીદાબાદ, બેંગલુરુ, તિરપુર, ચેન્નાઈ, મદુરાઈ, કોચ્ચી, ભાવનગર, સુરત, અમદાવાદ, કાનપુર, ગાઝિયાબાદ, વારાણસી, ચંદૌલી, ભટિંડા, ગુરદાસપુર, મોરૈના, કોલકાત્તા, પટના, કૃષ્ણા અને હૈદરાબાદમાં દરોડાં કર્યા છે.

  નોંધનીય છે કે ગત મહિને મુંબઈમાં પીએમસી બેંક (Punjab and Maharashtra Co-operative Bank) કૌભાંડ બહાર આવ્યું છે. જે બાદમાં RBI (Reserve Bank of India)એ નિર્ધારિત મર્યાદાથી વધારે પૈસા ઉપાડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ બાદ ખાતાધારાકો છ મહિનામાં ફક્ત 40 હજાર રૂપિયા જ ઉપાડી શકશે.

  આ બેંક કૌભાંડને કારણે લોકોએ કેટલી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે આ કારણે અત્યાર સુધી આઠ લોકોનાં મોત થઈ ચુક્યા છે.

  આ કૌભાંડના બે આરોપી રાકેશ વધાવન અને તેનો પુત્ર સારંગ વધાવન ઇડીની કસ્ટડીમાં છે. ઇડી આ મામલે મની લોન્ડ્રિંગ કાયદા અંતર્ગત તપાસ કરી રહી છે.
  Published by:News18 Gujarati
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ