Home /News /national-international /દિલ્હીના ડે. સીએમ મનીષ સિસોદિયાના ઘરે CBIની રેડ, ટ્વીટ કરી લખ્યું 'સ્વાગત છે, અમે કટ્ટર ઈમાનદાર'

દિલ્હીના ડે. સીએમ મનીષ સિસોદિયાના ઘરે CBIની રેડ, ટ્વીટ કરી લખ્યું 'સ્વાગત છે, અમે કટ્ટર ઈમાનદાર'

સીબીઆઈની રેડ થતા ટ્વીટ કરીને મનીષ સિસોદિયાએ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો.

આપના નેતા અને દિલ્લીના ડે. સીએમ મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈની રેડ પડતા તેમણે ટ્વીટ કરીને આ અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે સારું કામ કરીએ છીએ એટલે વિરોધી પક્ષો અમારાથી ડરે છે. કેન્દ્ર સરકાર અમારા સારા કામ અટકાવવા માટે ખોટા આરોપ મૂકીને કાર્યવાહી કરી રહી છે.

વધુ જુઓ ...
    દિલ્હીના ડે. સીએમ મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈની ટીમ પહોંચી છે. મનીષ સિસોદિયાએ પણ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કર્યું કે સીબીઆઈ આવી છે, તેમનું સ્વાગત છે, અમે કટ્ટર ઈમાનદાર છીએ. લાખો બાળકોનું ભવિષ્ય બનાવી રહ્યા છીએ. આ ખૂબ જ દુર્ભાગ્યની વાત છે કે આપણા દેશમાં જે સારું કામ કરે છે તેને જ હેરાન પરેશાન કરવામાં આવે છે એટલે જ આપણો દેશ અત્યાર સુધી નંબર -1 બની શક્યો નથી.

    સીબીઆઈ દ્વારા આ રેડ અંગે કહેવામાં આવ્યું કે મનીષ સિસોદિયાના રહેઠાણ સહિત 21 જગ્યાએ આ રેડ પાડવામાં આવી છે. સીબીઆઈની આ રેડ દિલ્હી સરકારની એક્સાઈઝ પોલિસીને લઈને છે. હકીકતમાં થોડા દિવસો પહેલા દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સક્સેનાએ દારુને લઈને દિલ્હી સરકારની એક્સાઈઝ ડ્યુટીની પોલિસી અંગે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. એનલી વિ. કે. સક્સેનાએ આ ભલામણ મુખ્ય સચિવના રિપોર્ટ બાદ કરી હતી. દિલ્હી સરકારના મુખ્ય સચિવના રિપોર્ટમાં મનીષ સિસોદિયાની ભૂમિકા પર સવાલ ઉઠાવાયા હતા. કારણ કે દિલ્હી સરકારમાં એક્સાઈઝ વિભાગ મનીષ સિસોદિયાના આધીન છે.

    મહારાષ્ટ્રના દરિયા કિનારે મળેલી AK47 સહિતના હથિયારો સાથેની બોટ અંગે મળ્યા સૌથી મોટા અપડેટ

    પોતાના રહેઠાણ પર સીબીઆઈની રેડ બાદ મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે અમે તપાસમાં પૂર્ણ સહયોગ આપીશું જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. અમને કોર્ટ પર વિશ્વાસ છે અમને ત્યાંથી ન્યાય મળશે. અત્યાર સુધી મારા પર અનેક કેસ કરવામાં આવ્યા છે પરંતુ કંઈ નથી મળ્યું. દેશમાં સારી શિક્ષા માટે મારા કામને રોકી શકાય નહીં. તેમણે કહ્યું કે, ' આ લોકો દિલ્હીમાં અમારી શિક્ષા અને આરોગ્ય નીતિઓ અને અમારા કામથી પરેશાન છે. આ માટે જ તેમણે દિલ્હીના આરોગ્ય મંત્રી અને શિક્ષણ મંત્રીને ઘેર્યા છે. અમારા બંને પર ખોટા આરોપ છે. કોર્ટમાં બધું સત્ય બહાર આવશે.' નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડ્રિંગના મામલે સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી.

    કેમ સવાલોમાં છે દિલ્હીની દારુ નીતિ?

    નવી એક્સાઈઝ ડ્યુટીમાં ગરબડના આરોપ છે. આ માટે લિકર લાઈસન્સધારીઓને ગેરકાયદે લાભ પહોંચાડવાના પણ આરોપ છે. લાઈસેન્સ આપવામાં નિયમોને અનદેખા કરવામાં આવ્યા. ટેન્ડર પછી દારુના ઠેકેદારોને 144 કરોડ રુપિયા માફ કરવામાં આવ્યા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આ નીતિ દ્વારા કોરોનાના બહાને લાઈસન્સ ફી માફ કરવામાં આવી. રિશ્વતના બદલે દારુના વેપારીઓને લાભ આપવામાં આવ્યો. આરોપ છે કે નવી એક્સાઈઝ ડ્યુટી અંતર્ગત ઉઠાવવામાં આવેલા પગલાથી સરકારી તિજોરીને ભારે નુકસાન પહોંચ્યું છે.

    સાઉદીમાં મહિલાએ ટ્વિટ કર્યું તો થઈ 34 વર્ષની સજા, હક માટે અવાજ ઉઠાવવો ભારે પડ્યો

    કેજરીવાલે પણ નિશાન સાધ્યું છે



    પોતાની પાર્ટીના ટોચના નેતા અને સરકારમાં બીજા નંબરના મનીષ સિસોદિયા પર સીબીઆઈની રેડ બાદ અરવિંદ કેજરીવાલે ટ્વિટર મારફત કેન્દ્ર સરકાર અને આ કાર્યવાહી પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું જે દિવસે અમેરિકાના સૌથી મોટા અખબાર ન્યુયોર્ક ટાઈમ્સના ફ્રન્ટ પેજ પર દિલ્હીના શિક્ષણ મોડેલના વખાણ કરતો લેખ આવ્યો અને મનિષ સિસોદિયાની તસવીર છપાઈ તે દિવસે જ મનીષના ઘરે કેન્દ્ર સરકારે સીબીઆઈ મોકલી. અમે સ્વાગત કરીએ છીએ સીબીઆઈનું, પહેલા પણ રેડ પડી છે અને કંઈ મળ્યું નથી આ વખતે પણ કંઈ નહીં મળે.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Aaam Aadmi Party, Aarvind kejriwal, Cbi raid

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन