CBI દરોડા કેજરીવાલ વિરૂદ્ધ નથી : કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલી

સીબીઆઇ દરોડાના મામલામાં વિપક્ષના પ્રહરો વચ્ચે સરકારે આજે રાજ્યસભામાં કહ્યું કે, મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના કાર્યાલયમાં દરોડા પાડવામાં આવ્યા નથી. તેઓએ કહ્યું કે, અગાઉની દિલ્હી સરકારના એક અધિકારી વિરૂદ્ધ ભ્રષ્ટાચારના મામલાની તપાસની કામગીરીને લઇને આ કાર્યવાહી કરવામાં આવી છે.

સીબીઆઇ દરોડાના મામલામાં વિપક્ષના પ્રહરો વચ્ચે સરકારે આજે રાજ્યસભામાં કહ્યું કે, મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના કાર્યાલયમાં દરોડા પાડવામાં આવ્યા નથી. તેઓએ કહ્યું કે, અગાઉની દિલ્હી સરકારના એક અધિકારી વિરૂદ્ધ ભ્રષ્ટાચારના મામલાની તપાસની કામગીરીને લઇને આ કાર્યવાહી કરવામાં આવી છે.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી# સીબીઆઇ દરોડાના મામલામાં વિપક્ષના પ્રહરો વચ્ચે સરકારે આજે રાજ્યસભામાં કહ્યું કે, મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના કાર્યાલયમાં દરોડા પાડવામાં આવ્યા નથી. તેઓએ કહ્યું કે, અગાઉની દિલ્હી સરકારના એક અધિકારી વિરૂદ્ધ ભ્રષ્ટાચારના મામલાની તપાસની કામગીરીને લઇને આ કાર્યવાહી કરવામાં આવી છે.

રાજ્યસભાના સદનના નેતા અરૂણ જેટલીએ શૂન્યકાળ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયન દ્વારા આ મુદ્દાને ઉઠાવવા પર કહ્યું કે, મુખ્યમંત્રીના કાર્યાલયમાં દરોડા પાડવામાં આવ્યા નથી. આ દરોડાનો અરવિંદ કેજરીવાલ અથવા તેમના કાર્યકાળથી કોઇ લેવા દેવા નથી. અગાઉની દિલ્હી સરકારના એક અધિકારીના વિરૂદ્ધ ભ્રષ્ટાચારનો મામલો છે અને દરોડાની કાર્યવહી આજ કારણે કરવામાં આવી છે. આ અધિકારીના કાર્યાલયની તપાસ કરવામાં આવી રહી છે.

સરકારના જવાબથી અસંતુષ્ટ વિપક્ષના સભ્યોએ સંઘીય ઢાંચા અને દેશમાં અઘોષિત આપાતકાલ લગાવવાનો આરોપ લગાવ્યો અને તેમના હોબાળાના કારણે સદનની બેઠકમાં અડચણ ઉભી થઇ.

નાણા મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, અધિકારીના વિરૂદ્ધ જે મામલામાં તપાસ ચાલી રહી છે, તે કેજરીવાલ સરકારના કાર્યકાળના અગાઉની છે. આ પહેલા તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયને આરોપ લગાવ્યો કે, દેશમાં અઘોષિત આપાતકાલ લગાવવામાં આવ્યો છે અને મુખ્યમંત્રીના કાર્યાલયમાં દરોડા પાડવામાં આવ્યા છે.

તેઓએ કહ્યું કે, આ કોઇ પાર્ટીનો મુદ્દો નથી. આ દેશના સંઘીય ઢાંચાનું મુદ્દો છે. આ સંઘીય મુદ્દો છે. આ વચ્ચે તૃણમૂલ કોંગ્રેસના સભ્ય પોતાના સ્થાનેથી આગળ આવી ગયા હતા. વામ અને જેડીયૂ સભ્યો પણ આ મુદ્દાના સમર્થનમાં પોતાના સ્થાન પર ઉભા થઇ ગયા હતા. કોંગ્રેસના સભ્ય અરૂણાચલ પ્રદેશના રાજ્યપાલની ભૂમિકા પર સવાલ ઉઠાવતા હોબાળો કરવા લાગ્યા હતા. આ મુદ્દો તેઓએ બેઠક શરૂ થતા પણ ઉઠાવ્યો હતો.

જેટલીએ કહ્યું કે, તૃણમૂલ નેતાઓને દરોડા અંગેની સાચી માહિતી નથી. તેઓએ કહ્યું કે, ભ્રષ્ટાચાર સંઘવાદનો મુદ્દો નથી. હોબાળાના કારણે ઉપ સભાપતિ પી જે કુરિયને સદનની બેઠક શૂન્યકાલમાં બપોરના 12 વાગ્યા સુધી સ્થગિત કરી હતી.
First published: