CBIના દરોડામાં રાજેન્દ્ર કુમારના નિવાસ સ્થાનેથી મળી આવ્યુ વિદેશી ચલણ!

નવી દિલ્હી# દિલ્હી સચિવાલયમાં સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દિલ્હી સરકારે દાવો કર્યો છે કે, સીએમ ઓફિસને સીલ કરવામાં આવી છે. આ ખબરની જાણકારી ખુદ સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી છે. તો, સીબીઆઇના સૂત્રોનું કહેવું છે કે, આ મામલો સીએમ સાથે જોડાયેલો નથી, બલકે તેમના મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમારથી જોડાયેલો છે, જેમના વિરૂદ્ધ એસીબીએ કેસ દાખલ કર્યો હતો. રાજેન્દ્ર અને અન્ય લોકોના વિરૂદ્ધ ભ્રષ્ટાચારનો ગુનાહિત મામલો છે.

નવી દિલ્હી# દિલ્હી સચિવાલયમાં સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દિલ્હી સરકારે દાવો કર્યો છે કે, સીએમ ઓફિસને સીલ કરવામાં આવી છે. આ ખબરની જાણકારી ખુદ સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી છે. તો, સીબીઆઇના સૂત્રોનું કહેવું છે કે, આ મામલો સીએમ સાથે જોડાયેલો નથી, બલકે તેમના મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમારથી જોડાયેલો છે, જેમના વિરૂદ્ધ એસીબીએ કેસ દાખલ કર્યો હતો. રાજેન્દ્ર અને અન્ય લોકોના વિરૂદ્ધ ભ્રષ્ટાચારનો ગુનાહિત મામલો છે.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી# દિલ્હી સચિવાલયમાં સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દિલ્હી સરકારે દાવો કર્યો છે કે, સીએમ ઓફિસને સીલ કરવામાં આવી છે. આ ખબરની જાણકારી ખુદ સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી છે. તો, સીબીઆઇના સૂત્રોનું કહેવું છે કે, આ મામલો સીએમ સાથે જોડાયેલો નથી, પરંતુ તેમના મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમારથી જોડાયેલો છે, જેમના વિરૂદ્ધ એસીબીએ કેસ દાખલ કર્યો હતો. રાજેન્દ્ર અને અન્ય લોકોના વિરૂદ્ધ ભ્રષ્ટાચારનો ગુનાહિત મામલો છે.

આરોપ છે કે, દિલ્હી સરકારના અમુક અધિકારીઓએ વીઆરએસ લીધુ હતુ અને એક સોફ્ટવેર કંપની બનાવી હતી. મુખ્ય સચિવ રાજેન્દ્ર પર આરોપ છે કે, તેઓ આ લોકોને કોન્ટ્રાક અપાવા માટે ઘણા વર્ષોથી ફાયદો પહોંચાડતા હતા. આ મામલામાં સીબીઆઇએ રાજેન્દ્ર કુમારના દિલ્હી અને યૂપીના 14 સ્થળો પર દરોડા પાડ્યા છે.

આ દરમિયાન સીબીઆઇને ત્રણ સંપત્તિઓના દસ્તાવેજ મળ્યા છે. સાથે જ 2 લાખ 40 હજાર રૂપિયા રાજેન્દ્ર કુમારના નિવાસ સ્થાનેથી જપ્ત કરાયા છે. સૂત્રોના અનુસાર ઇમેલ એકાઉન્ટ ખોલવા માટે રાજેન્દ્ર કુમાર સહયોગ આપી રહ્યા નથી. આ ઉપરાંત મામલામાં અન્ય એક આરોપી જી કે નંદાના ઘરેથી સાડા દસ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. સીબીઆઇના સૂત્રોના અનુસાર રાજેન્દ્ર કુમારના નિવાસ સ્થાન માંથી 3 લાખની વિદેશી ચલણ પર જપ્ત કરવામાં આવ્યું છે.

સીનિયર બ્યૂરોક્રેટ આશિષ જોષીએ પોતાની ફરિયાદ એસીબીના પ્રમુખ મીણાને કરતા કહ્યું છે કે, મે 2002થી લઇને ફેબ્રુઅરી 2005 સુધી શિક્ષણ વિભાગના ડિરેક્ટર અને તેના બાદ આઇટીમાં સચિવ બન્યા બાદ અને હેલ્થ વિભાગમાં કમિશ્નર રહેતા રાજેન્દ્ર કુમારે ઘણી કપંનીઓની સ્થાપના કરી અને તેને વગર ટેન્ડરે કામ આપ્યું હતુ, જેનાથી સરકારને આર્થિક નુકસાન પહોંચ્યું હતુ.

જોષીએ પોતાની ફરિયાદમાં કુમાર પર આરોપ લગાવતા કહ્યું છે કે, કુમારે અમુક વ્યક્તિઓની સાથે મળી વીજ એંડેવર્સ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ બનાવી છે. વર્ષ 2007માં જ્યારે તેઓ આઇટીમાં દિલ્હી સરકારના સચિવ પદમાં રહેતા પોતાની આ કંપનીને પીએસયૂના પેનલમાં સમાવેશ કરાવ્યો, જે વગર ટેન્ડર કાઢે કામ કરી શકતી હતી.

તો સીબીઆઇના દરોડાને લઇને ઉપમુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાના નિવાસ સ્થાને આમ આદમી પાર્ટીના નેતાઓની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, કુમાર વિશ્વાસ, રાઘવ ચડ્ડા, નાગેન્દ્ર શર્મા, આશુતોષ અને દીપક વાજપેયી શામેલ છે.
First published: