ઉત્તરાખંડ હાઇકોર્ટે કોર્બેટ ટાઇગર રિઝર્વમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલા વાઘોનાં મોત મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશ (CBI) તપાસનાં આદેશ આપ્યા છે. વાઘોના શિકાર મામલે સ્થાનિક વન વિભાગના અધિકારીઓની મિલીભગત હોવાના આરોપ પણ લાગ્યા છે.
ઉત્તરાખંડ હાઇકોર્ટની ડિવીઝન બેંચે વાઘોના મોતના મામલે સીબીઇ તપાસનાં આદેશ કર્યા છે. કોર્ટે સીબીઆઇને એવો પણ આદેશ કર્યો છે કે, વાઘનાં શિકારમાં વન અધિકારીઓની સંડોવણીની પણ તપાસ કરવી.
કોર્ટે સીબીઆઇને આ અંગેની તપાસનો અહેવાલ ત્રણ મહિનામાં બંધ કવરમાં રજૂ કરવા આદેશ કર્યો છે. કોર્ટે આ મામલે તપાસ કરવા માટે વાઇલ્ડલાઇફ ક્રાઇમ વિંગની મદદ લેવી હોય તો લઇ શકે છે એમ પણ જણાવ્યું.
આ કેસની વિગતો એવી છે કે, છેલ્લા છ મહિનામાં કોર્બેટ ટાઇગર રિઝર્વમાં જે નવ વાઘોના મોટ થયા તેમાં છ વાધોના મોત જ કુદરતી રીતે થયા હતા. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યુ કે, કોર્ટ સીબીઆઇ તપાસનો આદેશ કરતી નથી પણ આ કેશમાં સીબીઆઇની નિપણુતાની જરૂર જણાય છે એટલા માટે સીબીઆઇ તપાસના આદેશ આપવામાં આવે છે”.
ઉત્તરાખંડ હાઇકોર્ટે નિરીક્ષણ કર્યુ કે, છેલ્લા અઢી વર્ષમાં ઉત્તરાખંડમાં 40 વાઘો અને 272 દિપડાના મોત નિપજ્યા છે. અખબારોમાં પ્રકાશિત અહેવાલો પ્રમાણે, ઉત્તરાખંડમાં શિકારીઓ સક્રિય થયા છે અને આ ગેંગ હરિયાણાથી આવે છે.કોટ્રે ઉત્તરાખંડના પોલીસવડાને એક તપાસ ટીમની રચના કરી આ શિકારીઓને પકડવા માટે પણ આદેશ આપ્યા છે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર