CBI Raid: અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી બાલ યૌન શોષણ સામગ્રીના કથિત પોસ્ટીંગ અને પ્રસારમાં સામેલ વ્યક્તિઓ વિશે ન્યૂઝીલેન્ડ ઈંટરપોલ તરફથી સિંગાપુરને જાણકારી શેર કરવામા આવી હતી. સિંગાપુરે ભારતને તેના વિશે સૂચના આપી હતી, જે બાદ સીબીઆઈએ આ કાર્યવાહી કરી છે.
નવી દિલ્હી: ઓનલાઈન ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલામાં સીબીઆઈની 20 રાજ્યોમાં 56 લોકેશન પર રેડ ચાલી રહી છે. આ ઓપરેશનનું કોડ નેમ મેઘદૂત છે. કેન્દ્રીય એજન્સીના જણાવ્યા અનુસાર કેટલીય એવી ગેંગ ચિન્હીત કરી છે. જે ન ફક્ત ચાઈલ્ડ પોર્નોગ્રાફીની સંબંધિત સામગ્રી, પણ બાળકોને ફિઝિકલી બ્લેકમેલ કરીને તેમને ઉપયોગ કરે છે. આ ગેંગ્સ બંને રીતે કામ કરે છે. ગ્રુપ બનાવીને અને વ્યક્તિ રીતે પણ. અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી બાળ યૌન શોષણ સામગ્રીના કથિત પોસ્ટિંગ અને પ્રસારમા સામેલ વ્યક્તિ વિશે ન્યૂઝીલેન્ડ ઈંટરપોલ તરફથી સિંગાપુરને જાણકારી શેર કરવામાં આવી હતી. સિંગાપુરે ભારતને તેના વિશે માહિતગાર કર્યા બાદ સીબીઆઈએ આ કાર્યવાહી કરી છે.
નવેમ્બર 2021માં સીબીઆઈ દ્વારા આવી રીતે એક 'ઓપરેશન કાર્બન' ચલાવ્યું હતું. જ્યાં 83 લોકો વિરુદ્ધ દેશભરમાં 76 જગ્યા પર દરોડા પાડ્યા હતા અને કેટલાય લોકોની ધરપકડ થઈ હતી. સીબીઆઈ ઈંટરપોલની નોડલ એજન્સી પણ છે. જેની પાસે એક આંતરરાષ્ટ્રીય બાળ યૌન શોષણ ઈમેજ તથા વીડિયો ડેટાબેસ છે. જે સભ્ય દેશોની તપાસકર્તાને બાળ યૌન શોષણના મામલા પર ડેટા શેર કરવાની મંજૂરી આપે છે. ભારત સહિત 64 દેશો દ્વારા ઉપયોગ કરતા આઈસીએસઈ એ ડેટાબેસમાં રહેલા 2.3 મિલિયન તસ્વીરો અને વીડિયોથી દુનિયાભરના 10752 ગુનેગારોની ઓળખાણ કરવા અને 23500 બાળકોને તેમના ચપેટમાંથી મુક્ત કરાવવામાં મદદ કરી.
તેમાં ઓપન નેટવર્ક દ્વારા ડેટા શેર કરવાની જોગવાઈ છે, જેને તમામ સભ્ય દેશો સાથે સાથે અમુક વિશિષ્ટ દેશો દ્વારા એક્સેસ કરી શકાય છે. સીબીઆઈએ ઓનલાઈન ચાીલ્ડ સેક્સુઅલ એબ્યૂઝથી સંબંધિત મામલાની તપાસ માટે 2019થી ઓનલાઈન ચાઈલ્ડ સેક્સુઅલ એબ્યૂઝ એન્ડ એક્સપ્લાંટેશન પ્રિવેંશન ઈંવેસ્ટિગેશન નામથી એક વિશેષ કમિટિનું ગઠન પણ કર્યું છે.
સીબીઆઈએ ઓનલાઈન ચાઈલ્ડ સેક્સુઅલ એબ્યૂઝથી સંબંધિત મામલાની તપાસ માટે 2019થી ઓનલાઈન ચાઈલ્ડ સેક્સુઅલ એબ્યૂઝ એન્ડ એક્સપ્લોઈટેશન પ્રિવેંશન/ ઈન્વેસ્ટિગેશન નામથી એક સ્પેશિયલ કમિટી બનાવી, આવા ગુનામાં અલગ અલગ સૂચના પ્રાપ્ત અને એકઠી કરવા ઉપરાંત સીબીઆઈની આ કમિટિ ઓનલાઈન ચાઈલ્ડ સેક્સુઅલ એબ્યૂઝથી સંબંધિત અલગ અલગ મામલાની તપાસ કરે છે. આ કમિટિ ઓનલાઈન બાળ યૌન શોષણના સક્રિય સંગઠિત રેકેટ વિશે દૂતાવાસ અને વિદેશી સંઘીય તપાસ એજન્સીઓથી પ્રાપ્ત સૂચનાઓને પણ સાથે રાખીને તપાસ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર