ઘાસચારા કૌભાંડ: આ CBI અધિકારીએ લાલૂ વિરુદ્ધ ભેગા કર્યા પુરાવા

મે મારૂ કામ એક અધિકારી તરીકે કર્યું અને કાયદાેએ તેની રીતે કામ કર્યું...

મે મારૂ કામ એક અધિકારી તરીકે કર્યું અને કાયદાેએ તેની રીતે કામ કર્યું...

  • Share this:
ઘાસચારા કૌભાંડ મામલે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ સીબીઆઈ કોર્ટે આજે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. જેમાં લાલુ પ્રસાદને દોષી જાહેર કરવામાં આવ્યા છે, ત્રણ જાન્યુઆરીએ સજા સંભળાવવામાં આવશે. તો જાણીએ આ 60 વર્ષના ઉપેન બિશ્વાસને, જેમણે આ પૂરા મામલાનો ખુલાસો કર્યો હતો અને તેમની કાર્યવાહીથી આ કેસ આટલે સુધી પહોંચ્યો.

આ કેસની જ્યારે પણ વાત થાય છે ત્યારે સીબીઆઈના પૂર્વ જોઈન્ટ ડાયરેક્ટર ઉપેન્દ્ર બિશ્વાસને જરૂર યાદ કરવામાં આવે છે. તેમણે ન્યૂઝ18ના પત્રકાર સુજીત નાથ સાથે વાત કરતા કહ્યું હતું કે, આ મામલે મને એવો આગ્રહ કરવામાં આવ્યો હતો કે, પુછતાછની જગ્યાઓ બદલવામા આવે, મીડિયાને આ મામલે દૂર રાખવામાં આવે, જેથી તેમની છબી ખરાબ ન થાય, એટલું જ નહીં તેમણે આરોપ લગાવ્યો કે, તે સમયના સીબીઆઈના તત્કાલીન ડાયરેક્ટર તરફથી તેમને ધમકી મળી હતી.

વર્ષ 1999ની વાત
ઉપેન બિશ્વાસે આ મામલે તપાસ પ્રક્રિયાને યાદ કરતા કહ્યું કે, 'વર્ષ 1999 અને 2000ની વાત છે, જ્યારે મે બિહારના મુખ્ય સચિવને ફોન કર્યો અને મેસેજ આપ્યો કે, સીબીઆઈ દ્વારા ઘાસચારા કૌભાંડમાં તત્કાલિન સીએમ લાલુપ્રસાદ યાદવની પૂછપરછ કરવી છે. 5 મીનીટમાં મારી પર ફોન આવ્યો, તે વ્યક્તિ મુખ્ય સચિવ નહીં પરંતુ, ખુદ લાલુ પ્રસાદ યાદવ હતા'.

લાલુએ બંગાળીમાં વાત કરી
બિશ્વાસે આગળ જણાવ્યું કે, 'લાલુ પ્રસાદે મારી સાથે બંગાળી ભાષામાં શરૂઆત કરી, નમસ્કાર દા, આમી લાલુ યાદવ બોલચી, અરે તમે નથી જાણતા કે, ઉપર કાસ્ટના લોકો અમારી સામે ષડયંત્ર રચી રહ્યા છે. મે લાલુ પ્રસાદને કહ્યું કે, અમે સબૂતને આધારે તમારી પૂછતાછ કરીશું, ત્યાર બાદ તેઓ માની ગયા.'

લાલુ મોટા કલાકાર
સમન જારી થયા બાદ લાલૂને કોઈકે કહ્યું કે, બિશ્વાસ બંગાળી હોવાના કારણે કલકત્તામાં મુશ્કેલી થઈ શકે તેમ છે. મને નથી ખબર કે તેમને આવો ફાલતુ આઈડીઆ કોણે આપ્યો. અંતમાં તે પટનાથી બહાર વાલ્મીકી ગેસ્ટ હાઉસમાં પૂછપરછ માટે તૈયાર થયા. મે કહ્યું કે, લાલૂ મોટા કલાકાર છે અને તેમની નોટંકીની તૂલના કોઈના સાથે ન થઈ શકે.

ધમકી મળી
કેસની શરૂઆતમાં મારી પર રાજનેતાઓ, બ્યુરેક્રેટર્સ અને અપરાધીઓનું દબાણ હતું. તેમણે મને બૌદ્ધ ધર્મ અપનાવવા માટે પ્રેરીત કર્યા. એક વખત સીબીઆઈ ડાયરેક્ટરે મને લંચમાં નોર્થ બ્લોક આવવા કહ્યું, પરંતુ તેમણે ત્યાં માત્ર ધમકી આપી. તેમમે મને કહ્યું કે, તુ તો ફસાઈસ, લોકો તારી પાછળ જ છે. હું તેમના નામનો ખુલાસો નહીં કરી શકુ, પરંતુ મે તેમને માત્ર એટલું જ કહ્યું કે, હું કોઈના દબાણમાં નહીં આવું.

સુપ્રિમ કોર્ટ પહોંચ્યો
બિશ્વાસે ત્યારબાદ આર્મીની મદદથી પટનાથી લાલુની દરપકડની માંગ કરી. તેમણે કહ્યું, મારી પાસે કોઈ ઓપ્શન ન હતું. મારી સામે ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. દિલ્હીના મારા સીનિયરો મારો ફોન નહોતા ઉપાડી રહ્યા. ત્યારબાદ મે કાયદાકીય રસ્તો અપનાવ્યો. મે આર્મીનીની મદદ માંગી. આર્મીએ પણ ના પાડી દીધી. તેના બીજા દિવસે જે સીનિયરો મારો ફોન નહોતો ઉપાડી રહ્યા, તેમમે મારી સામે કારણ દર્શક નોટીસ જાહેર કરી દીધી. જેથી સ્પષ્ટ હતું કે, સીનિયરો મને આ કેસમાંથી હટાવવા માંગે છે. આખરે સુપ્રિમ કોર્ટે આદેશ જાહેર કર્યો કે, હું કેસનો તપાસ અદિકારી રહીશ, ત્યારબાદ મને રાહત મળી.

વ્યક્તિગત મામલો ન હતો
આ મારે માટે એક મોટો પડકાર હતો, કારણ કે આ કેસમાં કેટલાક મોટા માથા હતા. આ કેસમાં લાલૂ વિરુદ્ધ તપાસ થઈ રહી હતી. દેવગૌડા અને ગુજરાલની સરકાર આરજેડીના સપોર્ટથી ચાલી રહી હતી. આ કેસથી માત્ર લાલૂ જ નહીં દેવગૌડાની મુશ્કેલી પણ વધી ગઈ હતી. બિશ્વાસે કહે છે કે, આ એક લાંબી યાત્રા હતી. મે મારૂ કામ એક અધિકારી તરીકે કર્યું અને કાયદાેએ તેની રીતે કામ કર્યું. આને મે વ્યક્તિગત અસંતોષ રીતે ક્યારે નથી લીધુ.
First published: