ન્યૂઝ 18 ગુજરાતી: આઈસીઆીસીઆઈ બેન્કે વીડિયોકૉન કંપનીને આપેલી રૂપિયા 3.250 કરોડની લોનને લગતા કેસમાં બેન્કના પૂર્વ સીઈઓ ચંદા કોચર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરનાર સીબીઆઈ અધિકારી સુંધાશુ ધર મિશ્રાની બીજા જ દિવસે બદલી થઈ ગઈ છે. સુત્રોના જણાવ્યા મુજબ, મિશ્રા પર આક્ષેપ હતો કે તેમણે આઈસીઆઈસીઆઈ બેન્કને સીબીઆઈના દરોડાની જાણકારી લીક કરી હતી. આ આક્ષેપના પગલે તેમના ઉપર એક તપાસ સમિતિ બેસાડવામાં આવી અને તેમના સ્થાને મોહિત ગુપ્તાને જવાબદારી સોંપવામાં આવી હતી.
ધરે કથિત ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના કેસમાં ચંદા કોચર ઉપરાંત તેમના પતિ દીપક કોચર અને વીડિયોકૉન ગ્રુપના માલિક વી.એન.ધુત અને અન્ય લોકો વિરુદ્ધ 22મી જાન્યુઆરીએ એફઆઈઆરમાં સાઇન કરી હતી. આ ફરિયાદ દાખલ થઈ તેના બીજા દિવસે તેમની બદલી થઈ ગઈ હતી.
સીબીઆઈના બેન્કિંગ સિક્યોરિટી એન્ડ ફ્રોડ સેલના એસ.પી પદેથી સુધાંશુ ધર મિશ્રાની બદલી કરીને તેમને સીબીઆઈની આર્થિક શાખાની ગુનાઓને લગતી બ્રાન્ચમાં રાંચી મોકલી દેવાયા છે.
હકીકતમાં સીબીઆઈનો આક્ષેપ છે કે ચંદા કોચરે એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે પ્રાઇવેટ કંપનીને લોન મંજૂર કરી હતી.જ્યારે અન્ય આરોપીએ પર આઈસીઆઈસીઆઈ બેન્ક સાથે છેતરપિંડી કરવાનો આક્ષેપ છે. આ કેસમાં સીબીઆઈએ ગુરુવારે સવારે વીડિયોકૉન. નન્યૂપાવરની ઓફિસમાં દરોડા પા્યા હતા. સીબીઆઈએ મુંબઈ અને ઓરંગાબાદમાં દરોડા પાડ્યા હચા.
ચંદા કોચરના કેસમાં કેટલાક દિવસો પહેલાં નાણા મંત્રી અરૂણ જેટલીએ સીબીઆઈને આડે હાથે લીધી હતી. અમેરિકામાં સારવાર લઈ રહેલા જેટલીએ ટ્વીટ કર્યુહતું કે ભારતમાં દોષીઓને સજા મળવાની ખરાબ પ્રણાલી, તપાસની પદ્ધતી અને તપાસના વલણના લીધે ન્યાયનો દર ખૂબ જ ખરાબ છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર