ચિદમ્બરમની ધરપકડ પર કોંગ્રેસે કહ્યું- 'લોકતંત્રની ધોળા દિવસે હત્યા કરવામાં આવી'

News18 Gujarati
Updated: August 22, 2019, 4:21 PM IST
ચિદમ્બરમની ધરપકડ પર કોંગ્રેસે કહ્યું- 'લોકતંત્રની ધોળા દિવસે હત્યા કરવામાં આવી'
રણદીપ સુરજેવાલા (ફાઇલ તસવીર)

સુરજેવાલાએ કહ્યુ કે પૂર્વ ગૃહમંત્રી અને નાણા મંત્રી પી. ચિદમ્બરમ સાથે દુર્વ્યવહાર, દુર્ભાગ્યપૂર્ણ સુનિયોજિત રીતે કેસ ચલાવવામાં આવી રહ્યો છે. આવું કૃત્ય મોદી સરકાર દ્વારા અંગત અને રાજકીય બદલાથી ઓછું નથી.

  • Share this:
નવી દિલ્હી : પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમની ધરપકડના બીજા દિવસે કોંગ્રેસે દિલ્હીના હેડક્વાર્ટર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યુ હતુ કે, "દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થા સીબીઆઈ હવે વ્યક્તિગત બદલો લેવાની એજન્સી બની ગઈ છે. લોકતંત્રની ધોળા દિવસે હત્યા કરવામાં આવી છે. બે દિવસથી આ દ્રશ્ય આખો દેશ જોઈ રહ્યો છે."

રણદીપ સુરજેવાલાએ જણાવ્યુ કે, "નવ વર્ષ પછી કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં 11 વર્ષ પછી ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈનો ઉપયોગ હવે વ્યક્તિગત દુશ્મની કાઢવા માટે કરવામાં આવી રહ્યો છે."

નોંધનીય છે કે 73 વર્ષીય પી. ચિદમ્બરની બુધવારે રાત્રે INX મીડિયા કેસમાં ભ્રષ્ટાચાર સંદર્ભે સીબીઆઈએ ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેમને સીબીઆઈ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યા હતા. અહીં રાત્રે તેમનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : CBI ઓફિસમાં જ પી. ચિદમ્બરમનો મેડિકલ ટેસ્ટ થયો

પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યુ કે, સરકારે મુખ્ય મુદ્દાથી બધાનું ધ્યાન ભટકાવવા માટે પી. ચિદમ્બરમની ધરપકડ કરી છે. છેલ્લા બે દિવસમાં દેશ લોકતંત્રની સાથે સાથે ન્યાયની હત્યાનો સાક્ષી બન્યો છે. સત્તામાં રહેલા લોકો સીબીઆઇનો ઉપયોગ રાજનીતિક દુશ્મ કાઢવા માટે કરી રહ્યા છે.

સુરજેવાલાએ કહ્યુ કે પૂર્વ ગૃહમંત્રી અને નાણા મંત્રી પી. ચિદમ્બરમ સાથે દુર્વ્યવહાર, દુર્ભાગ્યપૂર્ણ સુનિયોજિત રીતે કેસ ચલાવવામાં આવી રહ્યો છે. આવું કૃત્ય મોદી સરકાર દ્વારા અંગત અને રાજકીય બદલાથી ઓછું નથી.આ પણ વાંચો : INX મીડિયા કેસ : CBI હેડક્વાર્ટરમાં વીતી પી. ચિદમ્બરમની રાત

પી. ચિદમ્બરમની ધરપકડને લઈને જાણીતા વકીલ પ્રશાંત ભૂષણનું કહેવું છે કે તેમની અટકાયત કરીને પૂછપરછ કરવી એ બંધારણની વિરુદ્ધ છે. જ્યારે પણ બોલાવવામાં આવ્યા છે તેઓ હાજર રહ્યા છે. સરકાર તપાસ એજન્સીનો દુરુપયોગ કરી રહી છે.
First published: August 22, 2019, 11:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading