CBI Search Operation Child Sexual Abuse Case: બાળ જાતીય શોષણ કેસ (Child Sexual Abuse Case) માં સીબીઆઈ(CBI)ની મોટી કાર્યવાહી સામે આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્રીય એજન્સીએ ઓનલાઇન બાળ જાતીય શોષણ (Online Children sexual Abuse Exploitation) અને સતામણીમાં કથિત રીતે સામેલ 83 લોકો સામે 14 નવેમ્બરે 23 અલગ અલગ કેસ નોંધ્યા હતા.
નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ મંગળવારે 14 રાજ્યોના 83 લોકો સાથે સંકળાયેલા 76 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જે કથિત રીતે ઇન્ટરનેટ પર બાળ જાતીય સતામણી (Online Children sexual Abuse Exploitation) સામગ્રી ફેલાવવામાં સામેલ હતા.
સીબીઆઇના એક અધિકારીના જણાવ્યા અનુસાર, 14 નવેમ્બરે સીબીઆઇએ 23 જુદા જુદા કેસોમાં 23 એફઆઈઆર નોંધી હતી, જેના આધારે લગભગ 83 આરોપીઓ પર ઓનલાઇન જાતીય સંબંધ ધરાવતા (Children Sexual Abuse) કેસ નોંધવામાં આવ્યા હતા.
દેશમાં બાળ જાતીય સતામણીના અનેક કેસો સામે આવી રહ્યા છે. વઘતા જતાં કેસ સામે કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે. બાળ જાતીય શોષણ સામે કડક પગલાં લેવા જરૂરી બની રહ્યા છે જેથી તેના કેસોમાં ઘટાડો કરી શકાય.
કાર્યવાહી અંતર્ગત કરેલા આ તમામ કેસ સોશિયલ મીડિયા પર નાના નાના બાળકો, છોકરીઓની તસવીરો/વીડિયો ખોટી રીતે એટલે કે પોર્નોગ્રાફી, ગેરકાયદેસર કલેક્શન અને તે ફોટા/વીડિયો દ્વારા ધાકધમકીથી અપલોડ કરવા સાથે સંબંધિત હતા. તેના આધારે સીબીઆઈ 14 રાજ્યો હેઠળ 76 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે.
સીબીઆઈની ટીમ (CBI Team) રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, બિહાર, ઓડિશા, તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, હિમાચલ અને આંધ્રપ્રદેશમાં દરોડા પાડવાની કામગીરીને અંજામ આપી રહી છે. NCRBના 2020ના આંકડાઓ મુજબ, બાળકોની વિરુદ્ધ સાયબર પોર્નોગ્રાફીના સૌથી વધુ મામલા ઉત્તરપ્રદેશમાં 161, મહારાષ્ટ્રમાં 123, કર્ણાટકમાં 122 અને કેરળમાં 101 કેસ નોંધાયા છે. આ સિવાય ઓડિશામાં 71, તામિલનાડુમાં 28, આસામમાં 21, મધ્યપ્રદેશમાં 20 હિમાચલ પ્રદેશમાં 17, હરિયાણામાં 16, આંધ્રપ્રદેશમા 15, પંજાબમાં 8, રાજસ્થાનમાં 6 કેસ પ્રકાશમાં આવ્યા હતા. એમાંથી કેરળ અને કર્ણાટકને છોડીને ઘણાં રાજ્યોમાં આજે રેડ કરવામાં આવી રહી છે. આ સિવાય ગુજરાત અને દિલ્હીમાં પણ આજે CBIની તપાસ ચાલી રહી છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર