Home /News /national-international /Exclusive: ચાઈલ્ડ પોર્નોગ્રાફી પર CBIની કાર્યવાહી, 50 ગ્રુપ, 5 હજાર અપરાધી અને લાખોની લેવડદેવડનો ખુલાસો
Exclusive: ચાઈલ્ડ પોર્નોગ્રાફી પર CBIની કાર્યવાહી, 50 ગ્રુપ, 5 હજાર અપરાધી અને લાખોની લેવડદેવડનો ખુલાસો
CBIને મળી સફળતા. (ફાઈલ ફોટો/PTI)
CBI Investigation Against Child Pornography: સીબીઆઈએ મંગળવારે લગભગ 14 રાજ્યોના 77 લોકેશન પર દરોડા પાડ્યા અને ઈન્ટરનેટ પર કથિત રીતે ચાઈલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટ પોસ્ટ કરવા બદલ 10 આરોપીઓની અટકાયત કરી હતી.
નવી દિલ્હી. દેશમાં ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વધી રહેલા મામલાને લઈને સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (CBI)એ તેની તપાસ ઝડપી બનાવી છે. CBIએ મહત્વના પગલાં લેતાં પ્રારંભિક તપાસમાં 50થી વધુ ગ્રુપ અને 5 હજારથી વધુ લોકોને શોધી કાઢ્યા છે, જેઓ ઇન્ટરનેટ અને સોશિયલ સાઇટ્સ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત કન્ટેન્ટ શેર કરે છે. આમાં ઘણા વિદેશી નાગરિકો પણ સામેલ છે અને લગભગ 100 દેશોના મોબાઈલ નંબર મળી આવ્યા છે. સીબીઆઈના સૂત્રોનું કહેવું છે કે તપાસ એજન્સી સોશિયલ મીડિયા વેબસાઈટ અને હોસ્ટિંગ પ્લેટફોર્મ પર આ મામલાને ઉઠાવવાની યોજના બનાવી રહી છે જેથી કાયદાકીય રીતે તેમની ભૂમિકા અને જવાબદારીઓની તપાસ થઈ શકે.
આ મામલે દેશભરમાં કાર્યવાહી કરતા સીબીઆઈએ મંગળવારે લગભગ 14 રાજ્યોના 77 લોકેશન પર દરોડા પાડ્યા અને ઈન્ટરનેટ પર કથિત રીતે ચાઈલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટ પોસ્ટ કરવા બદલ 10 આરોપીઓની અટકાયત કરી હતી. આ રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, ઓરિસ્સા, તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.
સીબીઆઈએ બાળકોના યૌન શોષણ (Sexual abuse of children) સંબંધિત 23 અલગ-અલગ કેસમાં 83 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ તમામ આરોપીઓ વેબપેજ પર વાંધાજનક સામગ્રી પોસ્ટ અને સર્ક્યુલેટ છે.
50 ગ્રુપમાં 5 હજારથી વધુ ગુનેગારો સામેલ
CBIના સૂત્રોએ CNN-News18 ને જણાવ્યું કે, ચાઈલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર શેર કરનારા 50 ગ્રુપમાં 5 હજારથી વધુ ગુનેગારો સામેલ છે. તેમાં પાકિસ્તાન (36), કેનેડા (35), અમેરિકા (35), બાંગ્લાદેશ (31), શ્રીલંકા (30), નાઇજીરીયા (28), અઝરબૈજાન (27), યમન (24) અને મલેશિયા (22)ના લોકોનો સમાવેશ થાય છે.
સૂત્રોનું કહેવું છે કે સીબીઆઈ વિવિધ વિદેશી તપાસ એજન્સીઓ સાથે કોર્ડિનેટ કરીને આ કેસમાં સંડોવાયેલા વિદેશી નાગરિકો સામે કાર્યવાહીની યોજના બનાવી રહી છે અને CSEM (Child sexual exploitation material) ક્યાંથી આવી રહ્યું છે એ અંગે જાણવા માગે છે. સીબીઆઈ આ મામલે તેની સહયોગી તપાસ એજન્સીઓની પણ મદદ લઈ રહી છે.
પૈસાની લેવડદેવડની તપાસ પણ ચાલુ છે
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે, કેટલાક લોકો પૈસા માટે ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વેપારમાં સામેલ છે. સીબીઆઈ સૂત્રોનું કહેવું છે કે સર્ચ દરમિયાન વિવિધ સ્થળોએથી મોબાઈલ, લેપટોપ સહિત અનેક ઈલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવ્યા છે. સૂત્રોએ CNN-News18ને જણાવ્યું કે, આ વાતનો ખુલાસો થયો છે કે આ લોકો સોશિયલ મીડિયા ગ્રુપ, સાઇટ્સ અને પ્લેટફોર્મ્સ પર બાળકોના જાતીય શોષણથી સંબંધિત વીડિયો, પિક્ચર, પોસ્ટ અને લિંક્સ શેર કરતા હતા.
તેના દ્વારા આરોપીઓ નિયમિતપણે પૈસા કમાતા હતા, જે તેમના દ્વારા લિંક્ડ એકાઉન્ટમાં આવતા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે આ ગુનેગારોની બેકવર્ડ અને ફોરવર્ડ લિંક શોધવા માટે નાણાં સંબંધિત વ્યવહારની તપાસ કરવામાં આવી રહી છે.
સીબીઆઈના આ ઓપરેશનમાં સૌથી ચોંકાવનારી કરનારી બાબત એ છે કે ઘણા લોકો ચાઈલ્ડ પોર્નોગ્રાફિક કન્ટેન્ટનો વેપાર કરે છે અને તેને અલગ-અલગ ગ્રુપ/પ્લેટફોર્મ પર વેંચે છે. આ લોકોના બેંક અકાઉન્ટ આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, જ્યાં આ વાંધાજનક સામગ્રી જોવા માટે ચૂકવણી કરવામાં આવે છે. તપાસ એજન્સી આંતરરાષ્ટ્રીય બાળ જાતીય શોષણ ડેટાબેઝ સાથે સંકલન કરવાની પણ યોજના બનાવી રહી છે જેથી બાળકોના જાતીય શોષણની તસવીરો ટ્રેસ કરીને પત્તો લગાવી શકાય કે આ ઇમેજ ક્યાંથી આવી રહી છે.
ઈન્ટરપોલના એક રિપોર્ટ અનુસાર, 2017થી 2020 દરમ્યાન ભારતમાં બાળકોના જાતીય શોષણના લગભગ 20 લાખથી વધુ કેસ નોંધાયા છે અને તેમાંથી 80 ટકા બાળકીઓ 14 વર્ષથી ઓછી ઉંમરની છે. એવું પણ જાણવા મળ્યું છે કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત સામગ્રી અને તેને જોનારાની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. એવું પણ જાણવા મળ્યું છે કે સર્ચ એન્જિન પર દરરોજ 1 લાખ 16 હજારથી વધુ પ્રશ્નો ચાઇલ્ડ પોર્નોગ્રાફી સાથે સંબંધિત હોય છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર