Home /News /national-international /રેલવે ટેન્ડર કૌભાંડ: CBIએ તેજસ્વી યાદવની કરી ચાર કલાક પૂછપરછ

રેલવે ટેન્ડર કૌભાંડ: CBIએ તેજસ્વી યાદવની કરી ચાર કલાક પૂછપરછ

રાબડી આવાસ ઉપર દરોડા નથી પરંતુ રેલવે ટેન્ડર કેસમાં તેજસ્વી યાદવની પૂછપરછ કરવામાં આવી રહી છે.

રાબડી આવાસ ઉપર દરોડા નથી પરંતુ રેલવે ટેન્ડર કેસમાં તેજસ્વી યાદવની પૂછપરછ કરવામાં આવી રહી છે.

લાલૂ પરિવારની મુશ્કેલીઓમાં સતત વધી રહી છે. એક તરફ ચારા કૌભાંડ કેસમાં લાલૂ પ્રસાદ યાદવ જેલમાં છે તો બીજી તરફ રેલવે ટેંડર કૌભાંડમાં લાલૂ પ્રસાદ યાદવની પત્ની રાબડી દેવીના આવાસ ઉપર સીબીઆઇની સાત ટીમ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે સીબીઆઈની ટીમ છેલ્લા ચાર કલાકથી તેજસ્વી યાદવની પૂછપરછ કરી રહી છે. જોકે પૂછપરછ દરમિયાન રાબડી દેવીને અલગ રાખવામાં આવ્યા હતા.

દરોડા નહીં પરંતુ પૂછપરછ છે : CBI
સીબીઆઈના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાબડી આવાસ ઉપર દરોડા નથી પરંતુ રેલવે ટેંડર કેસમાં તેજસ્વી યાદવની પૂછપરછ કરવામાં આવી રહી છે.

લાલૂ પ્રસાદના ઘરમાં લગ્નના સમેય સીબીઆઈની કાર્યવાહી
રાજદના પ્રવક્તા શક્તિ સિંહ યાદવે જણાવ્યું હતું કે, બદલો લેવાની ભાવનાથી દરોડા પાડવામાં આવી રહ્યા છે. લાલૂ પ્રસાદના ઘરમાં લગ્ન છે. જ્યારે સીબીઆઈ કાર્યવાહી કરી રહી છે. બિહારની જનતા બધું જ જોઇ રહી છે. બીજી તરફ જદયુના પ્રવક્તા આલોકે જણાવ્યું હતું કે, રૂટીન કામકાજ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં કોઇ આશ્ચર્યની વાત નથી. સીબીઆઈ કામ કરી રહી છે.

‘લાલૂ પરિવારને સમગ્ર કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે’:સમર્થકો
સીબીઆઈની ટીમો રાબડી આવાસ ઉપર પહોંચવાના સમાચાર મળતા જ રાજદના સમર્થકો રાબડી દેવીના આવસ ઉપર પહોંચવા લાગ્યા હતા. રાજદ સમર્થકોનું કહેવું છે કે લાલૂ પરિવારને સમગ્ર કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે.
First published:

Tags: Tejaswi yadav, સીબીઆઇ