આર્મીનાં બે અધિકારીએ લાંચ લીધી, CBIએ ફરિયાદ દાખલ કરી
આર્મીનાં બે અધિકારીએ લાંચ લીધી, CBIએ ફરિયાદ દાખલ કરી
પ્રતિકાત્મક તસવીર
આર્મીએ આ બંને અધિકારીઓ સામે તપાસ હાથ ધરી હતી. જેમાં તેમણે 82 લાખ રૂપિયાની લાંચ લીધી હોવાનું તપાસમાં બહાર આવ્યુ હતું. આ લાંચ તેમણે કોન્ટ્રાક્ટર જય પ્રકાશ સિંઘ પાસેથી લીધી હતી.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ આર્મીનાં બે અધિકારીઓ વિરુદ્ધ લાંચ લીધાનો કેસ દાખલ કર્યો છે. આ ફરિયાદમાં એવો આરોપ છે કે, આ અધિકારીઓએ રાશનની ખરીદીમાં રાશન સપ્લાય કરનાલ વ્યક્તિ પાસેથી 82 લાખ રૂપિયાની લાંચ લીધાનો આરોપ કરવામાં આવ્યો છે. આ કિસ્સો નાગાલેન્ડનો છે.
આર્મીનાં 3જ કોર્પ્સનાં બ્રિગેડિયર રાજીવ ગૌતમની ફરિયાદનાં આધારે આ પગલા લેવામાં આવ્યા છે.
આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, લેફ્ટનન્ટ કોલોનલ અમિત શર્મા અને લેફ્ટનન્ટ કોલોનલ સુતિક્સન રાણા (બંને આર્મી સર્વિસ કોર્પ્સ)એ વર્ષ 2002 થી 2016 દરમિયાન રાશન સપ્લાય કરનાર વ્યક્તિ પાસેથી 82 લાખ રૂપિયાની લાંચ લીધી હતી. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, લાંચની રકમ વધી પણ શકે છે.
આર્મીએ આ બંને અધિકારીઓ સામે તપાસ હાથ ધરી હતી. જેમાં તેમણે 82 લાખ રૂપિયાની લાંચ લીધી હોવાનું તપાસમાં બહાર આવ્યુ હતું. આ લાંચ તેમણે કોન્ટ્રાક્ટર જય પ્રકાશ સિંઘ પાસેથી લીધી હતી.
આ પછી આ તપાસ સીબીઆઇ પાસે પહોંચી હતી અને સાત મહિનાની પ્રાથમિક તપાસને આધારે સીબીઆઇ લાગ્યુ હતું કે, આ બંને આર્મી અધિકારીઓએ લાંચ લીધી હતી અને ત્યારબાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. લાંચની રકમ આર્મી અધિકારીઓનાં નજીકનાં સગાઓનાં બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવતા હતા.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર