CBIએ ડીએચએફએલના પૂર્વ સીએમડી કપિલ વધાવન સહિત 74ની સામે ચાર્જશીટ દાખલ કરી
સીબીઆઈએ ડીએચએફએલના ભૂતપૂર્વ સીએમડી કપિલ વાધવન સહિત 74 સામે ચાર્જશીટ દાખલ કરી છે. (ફાઇલ ફોટો)
CBIએ રૂ. 34,000 કરોડના બેંક છેતરપિંડીના કેસમાં દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ 'DHFL'ના ભૂતપૂર્વ CMD કપિલ વાધવન વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ કપિલ વાધવન સહિત અન્ય 74 વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં તે કંપનીઓની વિગતો પણ છે કે જેના દ્વારા પૈસાની લેવડદેવડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે CBIએ અહીંની સ્પેશિયલ CBI કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં તત્કાલિન ડિરેક્ટર ધીરજ વાધવન અને ભૂતપૂર્વ CEO હર્ષિલ મહેતાને પણ આ મોટા કૌભાંડમાં આરોપી બનાવ્યા છે.
નવી દિલ્હી: CBIએ રૂ. 34,000 કરોડના બેંક છેતરપિંડીના કેસમાં દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ 'DHFL'ના ભૂતપૂર્વ CMD કપિલ વાધવન વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ કપિલ વાધવન સહિત અન્ય 74 વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં તે કંપનીઓની વિગતો પણ છે કે જેના દ્વારા પૈસાની લેવડદેવડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે CBIએ અહીંની સ્પેશિયલ CBI કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં તત્કાલિન ડિરેક્ટર ધીરજ વાધવન અને ભૂતપૂર્વ CEO હર્ષિલ મહેતાને પણ આ મોટા કૌભાંડમાં આરોપી બનાવ્યા છે.
સીબીઆઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે ડીએચએફએલ બેંક છેતરપિંડી કેસમાં એજન્સીએ 17 બેંકોના કન્સોર્ટિયમ સાથે રૂ. 34,000 કરોડની છેતરપિંડી કરવાના આરોપમાં જૂનમાં કેસ નોંધ્યો હતો. જેના કારણે તે દેશની સૌથી મોટી બેંકિંગ લોન છેતરપિંડી બની છે.
એજન્સીએ 18 વ્યક્તિઓ અને 57 કંપનીઓના નામનો ઘટસ્ફોટ કર્યો
અધિકારીઓએ જણાવ્યું કે ચાર્જશીટમાં એજન્સીએ 18 વ્યક્તિઓ અને 57 કંપનીઓના નામ આપ્યા છે. જેમના દ્વારા પૈસાની લેવડદેવડ કરવામાં આવી હતી. CBI દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ બાદ પૂર્વ CMD કપિલ વાધવનની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ મામલો 34,000 કરોડ રૂપિયાના બેંક ફ્રોડ સાથે સંબંધિત છે. આ કેસમાં, દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ 'DHFL'ના ભૂતપૂર્વ CMD કપિલ વાધવન તેમજ અન્ય 74 લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર