PNBના રૂ. 11,384 કરોડ રૂપિયાના ગોટાળાનો કેસ પૂરો નથી થયો ત્યાં વધુ એક હીરાના વેપારી સામે બેંક સાથે છેતરપિંડી કરવાનો કેસ સામે આવ્યો છે. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સની ફરિયાદના છ મહિના બાદ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ કંપનીના ડિરેક્ટર સભ્ય સેઠ, રીતા સેઠ, કૃષ્ણ કુમાર સિંહ, રવિ સિંહ અને દ્વારકા દાસ સેઠ કંપની સામે ફરિયાદ દાખલ કરી છે.
નીરવ મોદી અને મેહુલ ચોકસી બાદ સીબીઆઈએ દિલ્હીના એક વધુ હીરા વેપારી સામે છેતપિંડીની ફરિયાદ દાખલ કરી છે. આ કંપની સામે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ સાથે રૂ. 389.85 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
સીબીઆઈએ કથિત છેતરપિંડી માટે દ્વારકા દાસ સેઠ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપની સામે કેસ નોંધ્યો છે. જાહેર ક્ષેત્રની બેંકની ફરિયાદના છ મહિના બાદ સીબીઆઈ દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં કંપની તેમજ તેના ડિરેક્ટર્સ સામે ફરિયાદ કરવામાં આવી છે. આ ડિરેક્ટર્સમાં સભ્ય સેઠ, રીતા સેઠ, કૃષ્ણ કુમાર સિંહ અને રવિ સિંહના નામ સામેલ છે.
નોંધનીય છે કે પંજાબ નેશનલ બેંક સાથે રૂ. 11,384 કરોડની છેતરપિંડી સામે આવ્યા બાદ તમામ બેંકો સતર્ક થઈ ગઈ છે. સીબીઆઈ અને ઇડી આખા કેસની તપાસ કરી રહી છે. હાલમાં સીબીઆઈ જ્વેલર્સ સાથે જોડાયેલા દસ્તાવેજો તપાસી રહી છે. આ કેસમાં નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી વિદેશ ભાગી ગયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર