લો બોલો કૌભાંડી નીરવ કરી રહ્યો છે દાદાગીરી, તે પણ CBI આગળ

 • Share this:
  પંજાબ નેશનલ બેંકને કરોડોનો ચૂનો લગાવીને છૂમંતર થઈ ગયેલા નીરવ મોદીએ તપાસ એજન્સીઓ સામે દાદાગીરી કરી રહ્યો છે. તપાસમાં સહયોગ કરવાના બદલે નીરવ મોદીએ ભારતની સૌથી મોટી એજન્સી સીબીઆઈને કૌભાંડ સંબંધીત તપાસમાં સહકાર આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.

  સીબીઆઈના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેમણે નીરવ મોદીને તેમના સત્તાવાર ઈ-મેલ મારફતે સંપર્ક કર્યો હતો અને તેને તપાસનો ભાગ બનવા કહેવામાં આવ્યું હતું. નીરવ મોદીએ તેના વિદેશમાં ચાલી રહેલા બિઝનેસ પર ધ્યાન આપવાનું કારણ ધરીને સીબીઆઈને તપાસમાં સહકાર આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

  તે પછી સીબીઆઈએ નીરવને વધુ એક ઈ-મેલ લખ્યો હતો અને આગામી અઠવાડિયા સુધીમાં તપાસમાં ભાગ લેવા નિર્દેશ આપ્યો. સીબીઆઈએ નીરવ મોદીને કહ્યું કે, તે જે પણ દેશમાં છે, ત્યાંની ભારતીય એમ્બેસીનો તાત્કાલિક સંપર્ક કરે. તે ઉપરાંત એજન્સીએ મોદીને પાછા આવવાની તમામ વ્યવસ્થા કરી આપવાનું પણ કહ્યું હતું.
  Published by:Mujahid Tunvar
  First published: