27 વર્ષ બાદ 30 સપ્ટેમ્બરે આવશે બાબરી વિધ્વંસ કેસનો ચુકાદો, અડવાણી-જોશી સહિત 49 આરોપી

News18 Gujarati
Updated: September 16, 2020, 3:29 PM IST
27 વર્ષ બાદ 30 સપ્ટેમ્બરે આવશે બાબરી વિધ્વંસ કેસનો ચુકાદો, અડવાણી-જોશી સહિત 49 આરોપી
બાબરી વિધ્વંસ કેસમાં અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી જેવા દિગ્ગજ નેતાઓ સહિત 49 લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી

બાબરી વિધ્વંસ કેસમાં અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી જેવા દિગ્ગજ નેતાઓ સહિત 49 લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી

  • Share this:
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ સ્થિત અયોધ્યા (Ayodhya)માં વર્ષ 1992 ડિસેમ્બરમાં બાબરી મસ્જિદ વિધ્વંસ (Babri Masjid Demolition Case) કરવાના મામલામાં સીબીઆઈની કોર્ટ (CBI Court) 27 વર્ષ બાદ 30 સપ્ટેમ્બરે ચુકાદો આપશે. આ મામલામાં પૂર્વ નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી રહેલા લાલકૃષ્ણ અડવાણી (LK Advani), પૂર્વ રાજ્યપાલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહેલા કલ્યાણ સિંહ (Kalyan Singh), પૂર્વ માનવ સંશાધન મંત્રી અને બીજેપીના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશી (Murli Manohar Joshi), બીજેપી નેતા વિનય કટિયાર (Vinay Katiyar), પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્ય પ્રદેશની મુખ્યમંત્રી રહેલી ઉમા ભારતી (Uma Bharti) આરોપી છે. સીબીઆઈએ આ મામલામાં 49 આરોપીઓની વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી હતી જેમાંથી 17 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

નોંધનીય છે કે, મંગળવારે સીબીઆઈની વિશેષ કોર્ટ (CBI Special Court) માં બચાવ તથા અભિયોજન પક્ષ તરફથી મૌખિક ચર્ચા પૂરી કરી લેવામાં આવી. હવે સીબીઆઈની વિશેષ કોર્ટ આ મામલામાં 30 સપ્ટેમ્બરના રોજ પોતાનો ચુકાદો સંભળાવશે. 2 સપ્ટેમ્બરથી કોર્ટ પોતાનો ચુકાદો લખાવવાનું શરુ કરી ચૂકી છે. વિશેષ જજ સુરેન્દ્રકુમાર યાદવે આદેશ આપ્યો છે કે ચુકાદો લખવા માટે પત્રાવલીને તેમની સામે રજૂ કરવામાં આવે.

આ પણ વાંચો, Fact Check: સુધા મૂર્તિ વર્ષમાં એકવાર મંદિરની બહાર વેચે છે શાકભાજી? જાણો હકીકત

6 ડિસેમ્બર 1992ના રોજ વિવાદિત માળખું તોડી પડાયું હતું

6 ડિસેમ્બર 1992ના રોજ વિવાદિત માળખાને તોડી પાડવાના મામલામાં કુલ 49 FIR નોંધવામાં આવી હતી. એક FIR ફૈજાબાદના પોલીસ સ્ટેશન રામ જન્મભૂમિમાં SO પ્રયંવદા નાથ શુક્લા જ્યારે બીજી FIR એસઆઇ ગંગા પ્રસાદ તિવારીએ નોંધાવી હતી. બાકીના 47 FIR અલગ-અલગ તારીખે અલગ-અલગ પત્રકારો તથા ફોટોગ્રાફરોએ પણ નોંધાવી હતી. 5 ઓક્ટોબર 1993ના રોજ સીબીઆઈની તપાસ બાદ આ મામલામાં કુલ 49 આરોપીઓની વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 17 લોકોનાં સુનાવણી દરમિયાન મોત થઈ ચૂક્યા છે.

આ પણ વાંચો, બિલ ગેટ્સના પિતાનું 94 વર્ષની ઉંમરે નિધન, અલ્ઝાઇમરથી હતા પીડિત


નોંધનીય છે કે, મંગળવારે કોર્ટની સમક્ષ બચાવ પક્ષ તરફથી વરિષ્ઠ વકીલ મૃદુલ રાકેશ વ્યક્તિગત રીતે કોર્ટમાં ઉપસ્થિત રહીને પોતાની મૌખિસ રજૂઆત પૂરી કરી, જ્યારે વરિષ્ઠ વકીલ આઈબી સિંહે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પોતાના અસીલ આરએન શ્રીવાસ્તવ તરફથી મૌખિક રજૂઆત કરી. બીજી તરફ, દિલ્હીથી વકીલ મહિપાલ અહલૂવાલિયાએ પણ વીડિયો કોન્ફરન્સિંગથી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી તથા મુરલી મનોહર જોશી તરફથી મૌખિક રજૂઆત કરી. કોર્ટમાં બચાવ પક્ષ તરફથી વકીલ વિમલ કુમાર શ્રીવાસ્તવ, અભિષેક રંજન તથા કેકે મિશ્રા પણ ઉપસ્થિત હતા. સીબીઆઈ તરફથી વકીલ પી. ચક્રવર્તી, લલિત કુમાર સિંહ તથા આરકે યાદવે મૌખિક રજૂઆત કરી.
Published by: Mrunal Bhojak
First published: September 16, 2020, 2:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading