લાલુએ રાજનીતિમાં આવતા જ ભ્રષ્ટાચારની માજા મુકી: CBI કોર્ટ

 • Share this:
  ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદને 14 વર્ષની સજા સંભળાવતા સીબીઆઈ કોર્ટે તેમની સામે કડક ટીપણીઓ કરી છે. કોર્ટે કહ્યું કે, "રાજનિતીમાં આવ્યાં પછી લાલુ યાદવે ભ્રષ્ટાચારની માજા મુકી છે. તેમની પાર્ટી આરજેડી અકાયદેસર કમાયેલા રૂપિયાથી જ બનાવી છે."

  સીબીઆઈ જજ શિવપાલ સિંહે કહ્યું કે રાજ્યમાં સરકારી અધિકારીઓને આખો પગાર નથી મળ્યો અને તેમને મજબૂરીમાં અડધા પગારમાં કામ કરવું પડ્યું. આરોપીએ અકાયદેસરના સ્ત્રોતોથી ઘણું ધન કમાઈને એક પાર્ટી ઉભી કરી છે. જેના સર્વેસર્વા લાલુ યાદવ જાતે જ હતાં. તેમણે કહ્યું ભારતીય સંવિધાનની શપથ લીધા પછી પણ તેની ગરિમાને તોડી નાંખી છે. લાલુએ ઘણાં જિલ્લાની ટ્રેજરીમાંથી સરકારી ધનને ખોટી રીતે લીધું છે અને જે લોકોએ તેમને મદદ કરી છે તેને પણ ખોટી રીતે પ્રોટેક્શ આપ્યું છે.

  સીબીઆઈ કોર્ટે આગળ કહ્યું કે 1990થી 1997 વચ્ચે જ્યારે ખોટી રીતે વધારે માત્રામાં રૂપિયા કાઢવામાં આવ્યાં તો તે સમયે લાલુ રાજ્યના મુખ્યમંત્રી અને નાણામંત્રી બંન્ને હતાં. લાલુ પ્રસાદની આગેવાનીમાં આ વર્ષોમાં સહયોગીઓએ સંથાલ પરગના તથા દુમકા જિલ્લાની ટ્રેજરી સહિત ઘણાં જિલ્લાની ટ્રેજરીમાંથી ખોટી રીતે ધન નીકાળ્યું છે. આ દરમિયાન સચિવ પદ પર એવા વ્યક્તિને નિયુક્ત કરવામાં આવ્યાં જેણે લાલુના બધા મૌખિક આદેશોનું પાલન કર્યું. કોઈપણ નાણાં સચિવ આ વાતનો ખુલાસો કરવાની હિંમત ન કરી શક્યું.

  કેસનો આટલા દિવસો સુધી નિર્ણય ન લેવા પાછળનું કારણ જણાવતા કોર્ટે કહ્યું કે, લાલુએ અપરાધિક મામલાઓને ઉકેલવામાં પણ મુશ્કેલીઓ ઉત્પન્ન કરી હતી જેના કારણે આ કેસ 20 વર્ષો સુધી લટકી રહ્યો અને લાલુ પોલિટિકલ પાવરનો આનંદ લેતા ગયા.

  રાંચીની સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટે ઘાસચારા કૌભાંડના ચોથા કેસમાં લાલુને સજા સંભળાવી હતી. દુમકા કોષાગાર કેસમાં આઈપીસી અને પીસી એક્ટની અલગ અલગ કલમ હેઠળ લાલુને સાત-સાત વર્ષની સજા તેમજ રૂ. 30-30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ચુકાદા બાદ આરજેડીએ કહ્યું છે કે તેઓ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે. લાલુ યાદવને 14 વર્ષની જેલની સજા સંભળાવતા સીબીઆઈ જજ શિવપાલ સિંહે ક તેની સાથે જ આ કેસમાં તેને 60 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.  -
  Published by:Kaushal Pancholi
  First published: