Home /News /national-international /CBI વિવાદ: નાગેશ્વર રાવ વિરુદ્ધ થયેલી અરજીની સુનાવણીથી CJI દૂર થયા

CBI વિવાદ: નાગેશ્વર રાવ વિરુદ્ધ થયેલી અરજીની સુનાવણીથી CJI દૂર થયા

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની ફાઇલ તસવીર

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ કહ્યું કે તેઓ પસંદગી સમિતિના સભ્ય છે, આ સ્થિતિમાં આ કેસની સુનાવણીમાં તેમનું જોડાવું યોગ્ય નથી.

ન્યૂઝ 18 ગુજરાતી: સીબીઆઈના વચગાળાના ડાયરેક્ટર તરીકે નાગેશ્વર રાવની નિયુક્તિને પડકારતી અરજી પરની સુનાવણીમાં વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ નહીં જોડાય. મુખ્ય ન્યાયાધીશ ગોગોઈએ જણાવ્યું હતું કે તેઓ પસંદગી સમિતિના સભ્ય છે, તેથી આ કેસની સુનાવણીમાં જોડાવું તેમના માટે યોગ્ય નથી.

સીબીઆઈના વચગાળાના ડાયરેક્ટર તરીકે નાગેશ્વર રાવની નિયુક્તિને કૉમન કૉઝ નામની એનજીઓએ સર્વોચ્ચ અદાલતમાં પડકારી હતી. આ અરજી મુજબ, નાગેશ્વર રાવની નિયુક્તિ ઉચ્ચઅધિકાર ધરાવતી પસંદગી સમિતિની ભલામણના આધારે કરાઈ નથી.

અરજી મુજબ, દેશની સર્વોચ્ચ અદાલતે આઠમી જાન્યુઆરીએ સરકાર દ્વારા 23મી ઑક્ટોબરે કરાયેલી નાગેશ્વર રાવની નિયુક્તિને રદ કરવામાં આવી હતી, પરંતુ સરકારે ગેરકાયદેસર રીતે અને બદઈરાદા પુર્વક ડીએસપીઈ કાયદાનું ઉલ્લંઘન કરતા નાગેશ્વર રાવની પુનઃનિયુક્તિ કરી હતી.

નાગેશ્વર રાવને સીબીઆઈમાં નવા વડાની નિયુક્તિ ન થાય ત્યાં સુધી 10મી જાન્યુઆરીએ વચગાળાના ડાયરેક્ટર બનાવાયા હતા. અગાઉ વડા પ્રધાન મોદીની અધ્યક્ષતા વાળી હાઇપાવર કમિટીએ આલોક કુમાર વર્માને ભ્રષ્ટાચાર અને ફરજમાં લાપરવાહી દાખવવા બદલ એજન્સીના પ્રમુખ પદેથી હટાવ્યા હતા. આ સમિતિમાં વડા પ્રધાન મોદી ઉપરાંત લોકસભાા નેતા વિરોધ પક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સીજેઆઈ રંજન ગોગોઈના પ્રતિનિધિ તરીકે જસ્ટિસ એકે સીકરી ઉપસ્થિત રહ્યાં હતા.

સીબીઆઈ પ્રમુખની નિયુક્તિ માટે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતા વાળી હાઇપાવર સમિતિની બેઠક ગુરૂવારે થશે. આ બેઠકમાં એજન્સી નવા ડાયરેક્ટરના સંભવિત નામો પર ચર્ચા થશે. અધિકારીઓના મતે આ બેઠકમાં સીજેઆઈ રંજન ગોગોઈ અથવા તેના પ્રતિનિધિ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત રહેશે.
First published:

Tags: સીબીઆઇ