આવકથી વધુ સંપત્તિ રાખવાના મામલામાં મુલાયમ-અખિલેશને CBIની ક્લીનચીટ

News18 Gujarati
Updated: May 21, 2019, 12:33 PM IST
આવકથી વધુ સંપત્તિ રાખવાના મામલામાં મુલાયમ-અખિલેશને CBIની ક્લીનચીટ
મુલાયમ સિંહ અને અખિલેશ યાદવ (ફાઇલ તસવીર)

આ પૂર્વે 25 માર્ચે સર્વોચ્ચ અદાલતે આવકથી વધુ સંપત્તિ રાખવાના મામલામાં સમાજવાદી પક્ષના નેતા મુલાયમસિંહ યાદવ અને તેના પુત્રો અખિલેશ યાદવ અને પ્રતીક યાદવ વિરુદ્ધ થયેલી અરજી ઉપર સીબીઆઈને નોટિસ જારી કરી હતી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : આવકના જાણીતા સ્ત્રોતથી વધારે સંપત્તિ રાખવાના મામલામાં સીબીઆઈએ મુલાયમસિંહ અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમસિંહ યાદવ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું છે. આ સોંગદનામામાં સીબીઆઈએ તેમને ક્લિનચીટ આપી દીધી હોવાનું સામે આવી રહ્યું છે. સીબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે, પિતા-પુત્રો વિરુદ્ધ રેગ્યુલર કેસ (આરસી) દાખલ કરવા માટે આ મામલે તેમને કોઈ જ પુરાવાઓ પ્રાપ્ત થયા નથી.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે 25 માર્ચના રોજ સર્વોચ્ચ અદાલતે આવક કરતા વધુ સંપત્તિ એકત્રિત કરવાના મામલે સમાજવાદી પક્ષના નેતા મુલાયમસિંહ યાદવ અને તેના પુત્રો અખિલેશ યાદવ અને પ્રતીક યાદવ વિરુદ્ધ થયેલી અરજી ઉપર સીબીઆઈને નોટિસ જારી કરી હતી. તે સમયે સુપ્રીમના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ અને ન્યાયધીશ દિપક ગુપ્તાની ખંડપીઠે સીબીઆઈને આ કેસમાં તપાસની શું સ્થિતિ છે તે જણાવવા માટે બે સપ્તાહનો સમય આપ્યો હતો.

ધોરણ-10નું પરિણામ જાણો :વસ્તુતઃ પીઢ કોંગ્રેસી નેતા વિશ્વનાથ ચતુર્વેદીની એક અરજી ઉપર સુનાવણી ચાલી રહી હતી જેમાં સીબીઆઈને આ મામલે તપાસ અહેવાલ રજુ કરવા માટેનો કોર્ટ તરફથી નિર્દેશ કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે પહેલી માર્ચ, 2007ના રોજ તેના નિર્ણયમાં સીબીઆઈને સમાજવાદી પક્ષના નેતાઓ વિરુદ્ધ આવકથી વધુ સંપત્તિ એકત્રિત કરવા અંગેની જે અરજી થઇ હતી તે સાચી છે કે નહિ તે અંગે તપાસ કરવાનો આદેશ કર્યો હતો. કોર્ટે 2012માં મુલાયમ અને તેના પુત્રો વિરુદ્ધ કરેલા એક નિર્ણયમાં આ મુદ્દે થયેલી પુનઃવિચાર અરજીને ફગાવી દીધી હતી અને સીબીઆઈને આ કેસમાં તપાસને ક્રમાનુસાર આગળ વધારવાના નિર્દેશ આપ્યા હતા.
First published: May 21, 2019, 12:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading