CBI વિવાદ: આલોક વર્માનો જવાબ લીક થતાં ભડક્યા CJI, 29 સુધી સુનાવણી ટાળી

News18 Gujarati
Updated: November 20, 2018, 11:48 AM IST
CBI વિવાદ: આલોક વર્માનો જવાબ લીક થતાં ભડક્યા CJI, 29 સુધી સુનાવણી ટાળી
આલોક વર્મા (ફાઈલ ફોટો)

રિપોર્ટ લીક થતાં ગુસ્સે ભરાયેલા ચીફ જસ્ટિસે કહ્યું કે તમારામાંથી કોઈ પણ સુનાવણીને લાયક નથી.

  • Share this:
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે સીબીઆઈના નિદેશક આલોક વર્માની પિટિશન પર 29 નવેમ્બર સુધી સુનાવણી ટાળી દીધી. આ પહેલા કોર્ટમાં ઉગ્ર દલીલો જોવા મળી અને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આલોક વર્માના સીલબંધ કવરની વાતો સાર્વજનિક થવાથી નારાજગી વ્યક્ત કરી. ચીફ જસ્ટિસે પોતાની ટિપ્પણીમાં ત્યાં સુધી કહ્યું કે તમારામાંથી કોઈ પણ સુનાવણીને લાયક નથી.

આજે સુનાવણી શરૂ થતાત્ર જ ચીફ જસ્ટિસે આલોક વર્માના વકીલ ફલી નરીમનને થોડાક દસ્તાવેજ આપ્યા અને તમને સિનિયર વકીલ તરીકે વાંચવા માટે કહ્યું. કોર્ટે ફલી નરીમનને પૂછ્યું કે જે વાતો આલોક વર્માના જવાબમાં છે, તે વાતો બહાર કેવી રીતે આવી. તેની પર ફલી નરીમને કોર્ટને જણાવ્યું કે તેમને પણ આવી જાણકારી મીડિયા દ્વારા મળી છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં સીબીઆઇ નિદેશક આલોકકુમાર વર્માએ ભ્રષ્ટાચારના આરોપો સંબંઘિત સીવીસીના તપાસ રિપોર્ટ પર પોતાનો જવાબ દાખલ કરી દીઘો. તેમને કોર્ટ દ્વારા આપવામાં આવેલા સમયની અવઘી કાલે 1 વાગ્યે ખતમ થઈ ગઈ હતી. કાલે જ નિેદેશકે પોતાનો જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો. ત્યારબાદ તેમના અનુરોઘને માનતા કોર્ટે તેમને બપોરે 4 વાગ્યા સુઘીનો સમય આપ્યો હતો. કોર્ટે વર્માને 'વહેલામાં વહેલી તકે' તેમનો જવાબ દાખલ કરવા કહ્યું હતું.

અગાઉ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે તેઓ મંગળવારે થનારી સુનાવણીને આગળની તારીખ માટે નહીં ટાળે. કોર્ટે વર્માને કહ્યું હતું કે તેઓ વહેલામાં વહેલી તકે તેમનો જવાબ દાખલ કરે જેથી તેમનો જવાબ વાંચી શકાય. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની પીઠને વર્માનું પ્રતિનિધિત્વ કરનારા વકીલ ગોપાલ શંકરનારાયણે જણાવ્યું કે સીબીઆઈ નિદેશક આજે પોતાનો જવાબ દાખલ કરવામાં સક્ષમ નથી. તેના જવાબમાં કોર્ટે કહ્યું કે નિદેશક આજે પોતાનો જવાબ દાખલ કરી દેશે.

આ પણ વાંચો: અસ્થાના કેસમાં ગુજરાતના સાંસદે કરોડોની લાંચ લીધી: CBI ઓફિસરનો આક્ષેપ

આ કેસની 16 નવેમ્બરના રોજ સુનાવણી થઈ હતી. ત્યારબાદ સીવીસીએ તેમના કેસની તપાસનાં અહેવાલને સીલબંધ પરબિડીયામાં કોર્ટમાં આપ્યો. આ રિપોર્ટની એક નકલ કોર્ટ દ્વારા વર્માને પણ આપવામાં આવી હતી જેથી તેઓ તેનાં પર પોતાનો પક્ષ રાખી શકે. આ ઉપરાંત, સીવીસીનો અહેવાલ એટર્ની જનરલ કે કે વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતાને સોંપવામાં આવ્યો હતો.કોર્ટે સીબીઆઈના વિશેષ ડિરેક્ટર રાકેશ અસ્થાનાની સીવીસી રિપોર્ટની નકલ પ્રદાન કરવાની વિનંતીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે સીબીઆઈમાં લોકોના વિશ્વાસને સુરક્ષિત રાખવા અને સંસ્થાની શુદ્ધતાને જાળવી રાખવા સીવીસીના અહેવાલની ગુપ્તતા જાળવવી જરૂરી છે. આ કેસની સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળ ત્રણ ન્યાયાધીશોની પીઠ કરી રહી છે.

વર્માએ તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો પછી સુપ્રીમ કોર્ટમાં સરકારના આદેશને પડકાર્યો હતો, જેમાં તેમને ફરજ પરથી દૂર કરવામાં આવ્યા હતા અને રજા પર મોકલવામાં આવ્યા હતા. અગાઉ, આ કેસ 12 નવેમ્બરના રોજ સાંભળવામાં આવ્યો હતો. જેમાં સીવીસીએ તેની તપાસનાં અહેવાલને કોર્ટમાં સીલ કરેલા પરબિડીયામાં રજૂ કર્યો હતો. આ ઉપરાંત, અદાલતે જણાવ્યું હતું કે સીબીઆઈના ડીએસપી એકે બસ્સીની અરજી અંગે તે પછીથી સાંભળશે. બસ્સીને પોર્ટ બ્લેયર સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા અને કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખર્ગેએ આલોક વર્માને રજા પર મોકલવા કેન્દ્ર સરકારના નિર્ણય પર પ્રશ્ન કર્યો હતો.
First published: November 20, 2018, 11:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading