મધ્ય પ્રદેશ: IT દરોડાંમાં રૂ. 281 કરોડ જપ્ત, મોટો પાર્ટીને ટ્રાન્સફર કરાયા હતા 20 કરોડ

News18 Gujarati
Updated: April 9, 2019, 7:46 AM IST
મધ્ય પ્રદેશ: IT દરોડાંમાં રૂ. 281 કરોડ જપ્ત, મોટો પાર્ટીને ટ્રાન્સફર કરાયા હતા 20 કરોડ
મધ્ય પ્રદેશ સહિત ત્રણ રાજ્યોના લગભગ પચાસ ઠેકાણાઓ પર કરવામાં આવેલા દરોડાંમાં મોટો ખુલાસો

મધ્ય પ્રદેશ સહિત ત્રણ રાજ્યોના લગભગ પચાસ ઠેકાણાઓ પર કરવામાં આવેલા દરોડાંમાં મોટો ખુલાસો

  • Share this:
દિલ્હી ઇન્કમ ટેક્સ વિભાગની ટીમ દ્વારા મધ્‍ય પ્રદેશ ત્રણ રાજ્યોના લગભગ પચાસ ઠેકાણાઓ પર કરવામાં આવેલા દરોડાંમાં મોટો ખુલાસો થયો છે. કાર્યવાહીમાં 281 કરોડ રૂપિયાનો બેહિસાબી કેશ રેકેટનો ખુલાસો થયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સેસ (સીબીડીટી)એ જણાવ્યું કે રાજનીતિ, વેપાર અને સરકારી સેવાઓ સાથે જોડાયેલા લોકો દ્વારા આ રકમ એકત્ર કરવામાં આવી હતી.

સીબીડીટી મુજબ, કેશનો એક હિસ્સો હવાલા દ્વારા દિલ્હી સ્થિત એક મોટી રાજકીય પાર્ટીના હેડક્વાર્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. તેમાં 20 કરોડ રૂપિયાની તે રકમ પણ સામેલ છે, જેને હાલમાં જ પાર્ટીના એક સિનિયર પદાધિકારીના તુગલક રોડ સ્થિત આવાસથી પાર્ટી હેડક્વાર્ટરમાં મોકલવામાં આવી હતી. જોકે, સીબીડીટી તરફથી જાહેર નિવેદનમાં કોઈ નેતાના નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.

આ પણ વાંચો, પોલીસની નોકરીથી લઈને CM કમલનાથના OSD સુધી, જાણો કોણ છે પ્રવીણ કક્કડ

મૂળે, દિલ્હીની ઇન્કમ ટેક્સ વિભાગ ટીમ દ્વારા મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી કમલનાથના નજીકના લોકોના ઠેકાણાઓ પર જોરદાર દરોડાંની કાર્યવાહી થઈ છે. આ કાર્યવાહી લગભગ 30 કલાક સુધી ચાલી. આ દરમિયાન ઇન્દોર અને ભોપાલમાં ઇન્કમ ટેક્સની ટીમની સાથે સીઆરપીએફના જવાન પણ હતા. ભોપાલમાં સીઆરપીએફના જવાનોનો એમપી પોલીસ સાથે સંઘર્ષ પણ જોવા મળ્યો હતો.

સીબીડીટીનો જે ખુલાસો સામે આવ્યો છે તેમાં...
- સીબીડીટીએ જણાવ્યું કે એક પદાધિકારીના નજીકના સંબંધીના સમૂહના દિલ્હી સ્થિત ઠેકાણાઓ પર દરોડાં દરમિયાન અનેક પુરાવા મળ્યા છે. એક ડાયરી પણ સામેલ છે, જેમાં 230 કરોડની બેનામી લેવડ-દેવડનો ઉલ્લેખ છે.
- ડાયરી ઉપરાંત 242 કરોડ રૂપિયાની રકમના નકલી બિલોની 80 કંપનીઓમાં ઉપસ્થિતિના પુરાવા પણ મળ્યા છે.
- સીબીડીટીએ એમ પણ જણાવ્યું કે 14.6 કરોડ રૂપિયાને બેહિસાબી રોકડ, 252 દારૂની બોટલો, હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે.
First published: April 9, 2019, 7:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading